Abtak Media Google News

પાંચ દિવસમાં જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી

ભોગ બનનારને રૂપિયા 8 લાખનું વળતર ચૂકવવાનો પણ સેશન્સ કોર્ટનો ચુકાદો

17 વર્ષની સગીરા સાથે અપહરણ કરી બે શખ્સોએ હવસનો શિકાર બનાવ્યો’તો

 

 

અબતક-રાજકોટ

રાજ્યભરમાં નરાધમો પર કોર્ટે ફિટકાર વરસાવી છે અને ઝડપી ન્યાયનો સીલસિલો પણ યથાવત રાખ્યો છે. જેમાં હવે ખેડા જિલ્લામાં પણ 17 વર્ષની સગીરાનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચર્યાના ગુનામાં સેશન્સ કોર્ટે બે નરાધમોને કેસ ચાલુ થયાના માત્ર પાંચ દિવસમાં જ આજીવન કેદની સજા ફટકારી ભોગ બનનારને રૂ.8 લાખનું વળતર પણ આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

આ અંગેની મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં 17 વર્ષની સગીરાને અપહરણ કરી સામુહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટના જાન્યુઆરી 2021માં કપડવંજ પોલક્ટ્સ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટના પરથી ત્યારે પડદો ઊંચક્યો જ્યારે સગીરાએ ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ પોલીસ મથકમાં બે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ બાળક બીજા આરોપીનું હોવાનું પુરવાર થયું હતું. પોલીસે સગીરા પર થયેલા અત્યાચારને ન્યાય અપાવવા માટે ખેડા જિલ્લાની સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા આ અંગે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટના જજ કેસ ચાલયાના પાંચમા જ દિવસે પોતાનો ચુકાદો આપી દીધો હતો. જેમાં કોર્ટ દ્વારા બંને શખ્સોને આરોપી ઠેરવી તેમને આજીવન કેદની સજા ફટારાઈ હતી. તો બીજી તરફ કોર્ટ દ્વારા ભોગ બનનારને રૂ.8 લાખનું વળતર પણ ચૂકવવાનું જણાવ્યું હતું. રાજ્યમાં દુષ્કર્મના આરોપીઓ સામે હાલ કોર્ટે લાલ આંખ કરી છે. ત્યારે આજ માસમાં સતત આ ત્રીજો ફાસ્ટ્રેક ચુકાદો હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરતમાં બાળકી સાથે રવાપ અને મર્ડરના કેસમાં સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી તો ગાંધીનગરના નરાધામને એક માસ કરતા ઓછા સમયગાળામાં કોર્ટે ઝડપી ડીસીઝન આપી આજીવન કેદની સજા ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.