Abtak Media Google News

લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવામાં અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં ગુડ ગવર્નન્સનો નિર્ણાયક ફાળો રહ્યો છે: અરવિંદભાઈ રૈયાણી

8 મહાપાલિકા, 8 અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને 156 નગરપાલિકાઓને દર વર્ષે રૂ. 8,000 કરોડની વિકાસ ગ્રાંટ આપવામાં આવે છે: ભંડેરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીનાં ભાગરૂપે ગુડ ગર્વનન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ ના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીએલસી ઘટક હેઠળ વિવિધ પ્રમાણપત્ર એનાયત  રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના અંતર્ગત સ્વ-રોજગાર ઘટક હેઠળ વ્યક્તિ લાભાર્થીઓને ધંધો રોજગાર શરુ કરવા માટે રૂ.2,00,000/- મર્યાદામાં વ્યાજ સબસીડીના ધોરણે લોન ફાળવણી, સ્ટ્રીટ વેન્ડર એક્ટ – 2014 અંર્તગત લોન મજુર થયેલ લાભાર્થીઓના શહેરી શેરી ફેરીયાઓને પ્રમાણપત્ર, સ્વ – સહાય જૂથ સંબધિત જૂથના બહેનોને રીવોલ્વીંગ ફંડ ઉપરાંત ઙખ જટઅગશમવશ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રથમ તબક્કાની રૂ,10,000/- ની લોન વિતરણ કાર્યક્રમ  યોજાયો હતો.

આ અવસરે મુખ્યમંત્રીએ સુરત ખાતેના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે એમ જણાવ્યું હતું કે, રાજ્યની વિકાસ પ્રક્રિયા નહી અટકે તેની ખાતરી આપું છું. રાજ્ય સરકાર લોકોના જીવનધોરણમાં સુધારો આવે અને સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળતો રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. લોકોને ખરા અર્થમાં સરકારી યોજનાઓના લાભો મળતા થયા છે તે સુશાસનને આભારી છે.વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગનામંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે,

આજનો કાર્યક્રમ “ગૂડ ગવર્નન્સ”ની વ્યાખ્યાને ખરા અર્થમાં સાર્થક કરી રહયો છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યક્તિગત આવાસ નિર્માણ ઇકઈ ઘટક હેઠળ વિવિધ પ્રમાણપત્રો, સ્વરોજગાર અંગેની લોનના મંજુરી પત્રો, શહેરી ફેરિયાઓને પ્રમાણપત્રો અને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવી રહયા છે.

સુશાસન શબ્દનો દેશમાં પાયો નાખનાર આદરણીય  શ્રી અટલબિહારી બાજપાઈજીએ સુશાસન એટલે સરકાર અને વહીવટી તંત્રની લોકો પ્રત્યેની સંવેદનાએ બાબતની સૌને પ્રતીતિ કરાવી હતી. લોકોની પીડાની અનુભૂતિ કરી એ દર્દ દૂર થાય અને લોકોના જીવનધોરણમાં પ્રગતિમય સુધારો થાય એવા ઉમદા આશય સાથે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને સાથસહકાર સાથે વિવિધ ક્ષેત્રોમાં વિકાસકામો હાથ ધરી સરકારે લોકોને તેનો અહેસાસ પણ કરાવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સુશાસન એટલે સર્વગ્રાહી અને સર્વસમાવેશક સુધારા. જેમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા વહીવટમાં સુધારાઓ લાવી વહીવટી તંત્રને છેક લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. સરકારી કામો હવે આંગળીના ટેરવે થઇ રહયા છે. માત્ર એટલું જ નહી, સરકારે ગરીબ અને માધ્યમ વર્ગના લોકો માટે “સેવા સેતુ” અને “ગરીબ કલ્યાણ મેળા” જેવા આયોજન કરીને લાભાર્થીઓને હાથોહાથ સહાય અને લાભો ઉપલબ્ધ બનાવ્યા છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન  ડો. ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજ્યના 33 જીલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં આ કાર્યક્રમ એક સાથે યોજાયો છે. રાજ્યની 8 મહાનગરપાલિકા, 8 અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને 156 નગરપાલિકાઓને દર વર્ષે રૂ. 8000/- કરોડથી વધુ રકમની વિકાસ ગ્રાંટ અપાય છે

મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે,ગરીબ અને નબળા વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના ઉદેશથી અત્યાર સુધીમાં 26 હજાર જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવેલ છે. આ આવાસો ખાનગી ટાઉનશીપના મકાન જેવી જ સુવિધા ધરાવે છે. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડરોની પણ ચિંતા કરી તેઓને રોજગારી માટે રૂ.10,000/- ની લોન અપાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ અલગઅલગ કેમ્પ કરીને 7000 જેટલી અરજીઓ મેળવવામાં આવી હતી. લોકોના આરોગ્યની ખેવના કરી સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોના લાભાર્થે શ્રી દીનદયાલ ઔષધાલયો શરૂ કરવામાં આવેલ છે. અગાઉ 45 અને ગઈકાલે 12 મળી કુલ 57 ઔષધાલયો શહેરભરમાં કાર્યરત છે.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ ગૂડ ગવર્નન્સ અન્વયે લોકોની ફરિયાદોના નિવારણ માટે અમલમાં મુકવામાં આવેલી પીન આધારિત ઓનલાઈન સેવા વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલએ કર્યું હતું તેમજ મંચસ્થ પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર દ્વારા મંત્રી તથા અન્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છથી તથા શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક સમિતિના ચેરમેન  જ્યોત્સનાબેન ટીલાળા, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન વર્ષાબેન રાણપરા દ્વારા મંચસ્થ મહાનુભાવોને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને અંતે આભારવિધિ નાયબ કમિશનર  આશિષ કુમારે કરી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.