Abtak Media Google News

છેલ્લી વિકેટ ન પડવા દેવા માટે એન્ડરસન અને બ્રોડે સંઘર્ષ ભરી ઇનિંગ રમી

 

અબતક, સિડની

ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે હાલ એસિઝ સીરીઝ રમાઈ રહી છે. ત્યારે ચોથી ટેસ્ટ ડ્રો હતા ઓસ્ટ્રેલિયા ની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. છેલ્લા બોલ સુધી ઓસ્ટ્રેલિયાના બોલરોએ મેચ જીતવા માટે મહેનત કરી હતી. તો ઇંગ્લેન્ડના એન્ડરસન અને બ્રોડની સંઘર્ષ પણ રમતના કારણે મેચ ડ્રો થયો હતો. ચીઝ નો ચોથો ટેસ્ટ છેલ્લા દિવસે ખૂબ જ રોમાંચક તબક્કામાં જોવા મળ્યો હતો. ત્યારે જેક લેચ, સ્ટુઅર્ટ બ્રોડ અને એન્ડરસને ફલડ લાઈટ્સ હેઠળ આખરી 64 બોલમાં જોરદાર સંઘર્ષ કરતાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની સીડનીમાં રમાયેલી એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ડ્રોમાં ખેંચી હતી.  ક્યારે મેચ પૂર્ણ થવામાં માત્ર 18 બોલ જ બાકી હતા ત્યારે ઓસ્ટ્રેલિયાના સુકાની એ સ્મિથને ઓવર નાખવા કહ્યું હતું, જેમાં સ્મિથે એક મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને આશા પણ ઉદભવી કરી હતી કે હવે બાકી રહેતી એક વિકેટ ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ઓવર થઈ શકશે ત્યારે મેચ ડ્રો તરફ ધકેલવા માટે ઇંગ્લેન્ડે આપેલા બોલ સુધી સંઘર્ષ કર્યો હતો અને સ્મિથ એક વિકેટ લેવામાં નિષ્ફળ પણ નીવડ્યો હતો. ઓસ્ટ્રેલિયા દ્વારા ઇંગ્લેન્ડને 388 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 9 વિકેટે 270 રન જ બનાવી શકી હતી. છેલ્લા છ ગળા જે મેચના બાકી હતા ત્યારે બેટ્સમેનને 8 ખેલાડીઓએ ઘેરી લીધા હતા જેથી નાની એવી એડજ આવતાની સાથે વિકેટ પડી શકે અને ઓસ્ટ્રેલિયા ચોથો ટેસ્ટ જીતી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.