Abtak Media Google News

રાજકોટના કેરિયર અને સુરતના સપ્લાયરની શોધખોળ

 

અબતક,ઋષી મહેતા, મોરબી

વાંકાનેરના માર્કેટ ચોક નજીક રહેણાક મકાનમાંથી સાડા છ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં એસઓજી ટીમને સફળતા મળી છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો જેમાં અન્ય શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમીને લઈને મોરબી એસઓજી ટીમ અને સ્થાનિક પોલિસે સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુભાઈ ત્રિભોવનદાસ જોબનપુત્રાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ કરતા 6.50 કિલો ગાંજા સાથે મકાનમાલિકને ઝડપી લીધો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે આ ગાંજો રાજકોટના હસમુખ મારફતે સુરતથી મનોજ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેથી યુવાધનને બરબાદીના ખપ્પરમાં હોમતા આ કાળા કારોબારમાં અન્ય આરોપી મનોજ જેના (રહે. ઉત્કલનગર, કતારગામ, સુરત) તથા હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયા (રહે. રાજકોટ) કસૂરવાર હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાંટ શરૂ કર્યો છે.પકડાયેલ આરોપી 17 વર્ષ પહેલાં પણ અંદાજીત 16 કિલો ગાંજાના કેસમાં સંડોવાયેલ હતો અને જેમાં તેને સજા પણ ભોગવેલ છે. જેમાંથી બહાર આવીને ફરીથી લખણ ઝળકાવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ આગાઉ વાંકાનેરની મેસરિયા ચેક પોસ્ટ નજીકથી પોલીસે રિક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ વધુ એક સફળ ઓપરેશન હાથ ધરી પાંચ કિલો ગાંજો ઝડપી લીધો હતો.આ કામગીરીમાં પીઆઇ વી.ડી.વાઘેલા, ઈન્ચાર્જ પીઆઇ પી.જી.પનારા, પોલિસ હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડિવાર, મુકેશભાઇ જોગરાજીયા , મહાવીરસિંહ પરમાર , કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચરકા, સંદિપભાઇ માવલા તથા વાંકાનેર સીટીના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા તથા લોકરક્ષક કૃષ્ણરાજસિંહ ઝાલા જોડાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.