Abtak Media Google News

 

બંને પક્ષે મળી ત્રણ મહિલા સહિત નવ શખ્સો સામે નોંધાતો ગુનો

 

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબીના નીચી માંડલ રોડના લેવીન્ઝા સિરામીક ફેકટરીના ભાગીદારની ભાગી દારી છૂટી કરી નીકળતા નાણા ન કાઢતા હોવાથી ભાગીદારીના પત્ની અને માતા, પુત્ર ફેક્ટરીએ દોડી ગયા હતા આ દરમિયાન ફેકટરીના અન્ય ભાગીદારના માતા પિતા એવા વેવાઈ વેવાણે પોતાના ભાઈની દીકરી અને વેવાણને મારમારી મારી નાખવાની ધમકી આપતા બન્ને પક્ષે મોરબી તાલુકા મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના નીચી માંડલ નજીક ગીરીશભાઈ લિખિયાએ તેમના કાકાજી સસરાના દીકરા નવદીપભાઈ સાથે ચાર વર્ષ અગાઉ વોલ ટાઇલ્સ બનાવવાની લેવીન્ઝા સિરામીક નામે ફેકટરી શરૂ કરી 19 ટકા ભાગીદારી ધરાવી હતી આ દરમીયાન ગીરીશભાઈ શ્રીનાથજી કોટન જીનિંગમા પણ ફરજ અદા કરતા હોવાથી બને બાજુ પહોંચી ન વળતા ફેક્ટરીમાંથી છુટા થવા રાજીનામુ આપ્યું હતું છતાં પણ ભાગીદાર એવા કાકાજી સસરાના પુત્રો ચાર વર્ષથી ભાગીદારી છૂટી ન કરતા હતા.આથી ગીરીશભાઈ લિખિયાના પત્ની સાધનાબેન, માતા મુકતાબેન અને પુત્ર લેવીન્ઝા સિરામીક ફેક્ટરીએ ભાગીદારી છૂટી કરવા કારખાને ગયા હતા. આ દરમિયાન ઑફિસે કોઈ મળવા ન આવતા તેઓ ત્રણેય સિરામીક પ્લાન્ટમાં ગયા હતા જ્યા હાજર નવદીપભાઈ, જયદીપભાઈ, કલ્પેશભાઈ અને સંદીપભાઈ ભાગ છૂટો કરી નાણાકીય હિસાબ આપવાનું કહ્યું હતું આ તકે કારખાને પીપળી ગામના સાધનાબેનના કાકા કાંતિભાઈ જેઠલોજા અને કાકી હંસાબેન જેઠલોજા આવી ગયા હતા. આ મામલે બન્નેએ ઉશ્કેરાઈ જઈ પોતાના ભાઈની દીકરી સાધનાબેનને સાથે બેફામ વાણી વિલાસ અને મારકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જેને પગલે સાધનાબેને માર મારવા અને મારી નાખવા અંગેની ધમકી આપ્યાની ભાગીદાર એવા કાકા સહિત છ સામે ફરિયાદ નોંધાવી છે અને સામાં પક્ષે હંસાબેન કાંતિલાલ જેઠલોજાએ પણ સાધનાબેન ગીરીશભાઈ લિખિયા અને તેમના સાસુ મુકતાબેન વિરુદ્ધ ભાગીદારી પ્રશ્ને માર માર્યા અને અને જાનથી મારી નાખવા મામલે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.