Abtak Media Google News

સંક્રાંતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્ર્વ

 

અબતક,રાજકોટ

વિક્રમ સંવત 2078 પોષ શુદ બારશને શુક્રવારના દિવસે સૂર્યનારાયણ ભગવાન બપોરે 2.30 કલાકે મકર રાશીમાં પ્રવેશ કરશે અને કમુહુર્તા પુરા થશે.આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્ર્વ છે. પીળા કપડા પહેરેલ છે. હાથમાં ગદા ધારણ કરેલ છે. જાતી સર્પની છે.કેશરનું તીલક કરેલ છે.દુધપાક ખાય છે. જૂઈનું પુષ્પ ધારણ કરેલ છે. મોતીનાં આભુષણો ધારણ કરેલા છે.ઉત્તરમાંથી આવી અને દક્ષિણમાં જાય છે. તેની દ્રષ્ટિ નૈઋત્ય ખૂણામાં છે. મૂળ પૂર્વ દિશા તરફ છે.સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુ સાથે સંબંધ ધરાવે તે વસ્તુ મોંઘી થાય છે. 345 મુહુર્તની છે આથી વરસાદ આ વર્ષે પણ સારો પડશે.વાઘ અને અશ્ર્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફલાઈ શકે છે. પીળી વસ્તુમાં હળદળ, સોનું, ચણાની દાળના ભાવ વધે યુવા વર્ગે આરોગ્યનો ખ્યાલ રાખવો જરૂરી બને. દુધના ભાવ વધી શકે છે.મકર, મેષ,ક્ધયા, રાશીના લોકોએ ઘી, ખાંડ, સફેદતલ, ચાંદીનુદાન સફેદ કાપળનુંદાન કરવું.મિથુન,તુલા,કુંભ, રાશીના લોકોએ સ્ટીલનું વાસણ, કાળાતલ, અડદ અને ધાબળો અથવા કાળુ કાપડનું દાન આપવું.

સિંહ,મીન,વૃશ્ર્ચિક, રાશીના લોકોએ ગોળ,ઘઉ, લાલતલ, લાલકાપડ, તાંબાના વાસણનુંદાન આપવું.વૃષભ,કર્ક,ધન,ના લોકોએ કલ્લાપુરી, ગોળ, ચણાની દાળ, પીળુકાપડ, પિતળના વાસણનુદાન આપવું.આ ઉપરાંત ગાયોને ઘાસચારો નાખવો વધારે ઉતમ ગણાય છે.મકર સંક્રાંતિના દિવસે સાત પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. 1. તલખાવા, 2.તલવાળા જળથી સ્નાન કરવું, 3. તલના તેલનું લેપન કરવું, 4. તલનોહોમ કરવો, 5.તલનું દાન દેવું, 6. તલવાળુ જળ પીવું, 7. તલના તેલનો દિવો કરવો.મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અર્ઘ ખાસ આપવું પિતૃતર્પણ કરાવું તથા શિવરૂદ્રઅભિષેક કરવો ઉતમ ફળદાયક ગણાય છે.મકર સંક્રાંતિના દિવસે સવારે સૂર્યોદયથી સૂર્યઅસ્ત સુધીમાં દાન દેવું ઉતમ છે.તે ઉપરાંત બપોરે 2.30થી સાંજે 6.23 સુધીનો સમય વધારે ઉતમ છે.તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોશીએ જણાવ્યું છે…..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.