Abtak Media Google News

વોડાફોન આઈડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે તેણે 5જી સોલ્યુશન્સ માટે યુએસ સ્થિત સીએના સાથે ભાગીદારી કરી છે. તેને જણાવ્યું હતું કે તે 5જી રોલઆઉટની તૈયારી કરવા માટે અમેરિકન ટેલિકોમ્યુનિકેશન નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ કંપની સિએનાની મદદથી તેની સેવાને સુધારી રહી છે.

વોડાફોન આઈડિયા લિમિટેડના ચીફ ટેક્નોલોજી ઓફિસર જગબીર સિંઘે જણાવ્યું હતું કે, “ડેટાની વધતી જતી માંગ માટે ઉચ્ચ-ક્ષમતા અને સ્થિતિ સ્થાપક નેટવર્કની જરૂર છે. જે માત્ર આજે જ નહીં પરંતુ આવનારા વર્ષો સુધી વિકાસ પામી શકે. સીએના વોડાફોન આઈડિયા સબ્સ્ક્રાઇબર્સને વિશ્વકક્ષાની કનેક્ટિવિટીનો અનુભવ કરવા અને ભવિષ્યમાં ક્લાઉડ અને 5જીના ફાયદાઓને અનુભવવા માટે સક્ષમ બનાવશે. વોડાફોન આઈડિયાએ  એક સત્તાવાર નિવેદનમાં, સમજાવ્યું કે સમગ્ર ભારતમાં ટ્રાફિક પેટર્નને વધારવા અને બદલવા માટે ક્ષમતા, સુગમતા, સ્થિતિસ્થાપકતા અને પ્રોગ્રામેબિલિટીના નવા સ્તરોની જરૂર છે.

તે ઉમેરે છે કે વ્યાપક નેટવર્ક કવરેજ અને સીએના દ્વારા શક્ય બનેલા ઝડપી બ્રોડબેન્ડ સાથે, વોડાફોન આઈડિયા 5જી તૈયાર કરવા માટે ફાઇબર ક્ષમતા અને નેટવર્ક કાર્યક્ષમતા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.