Abtak Media Google News

સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ અને દીવ કલેક્ટર સલોની રાયની મહેનત રંગ લાવી

દીવ આવતા પર્યટકોને મળશે અનેરો નજારો: 26મી જાન્યુઆરીથી પ્રદર્શનમાં મુકાશે

પ્રયટકો માટેના પસંદગીના સ્થળમાંથી એક દીવમાં હવે વધુ એક ચાર ચાંદ લાગ્યો છે. જેમાં ભારતીય નવસેના યુદ્ધ જહાજ આઈ.એન.એસ. ખુખરીનું દીવ બંદરે આગમન થયું છે. સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ અને દીવ કલેકટર સલોની રાયની મહેનત રંગ લાવી હતી અને યુદ્ધ જહાજને દીવ ખાતે પ્રદર્શનમાં મુકવામાં આવશે. જેથી દીવના સ્થાનિક લોકો અને પ્રયતકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ યુદ્ધ જહાજનું ઇતિહાસ જોવામાં આવે તો ઈતિહાસ જોવામા આવે તો પાકિસ્તાન સામે બે આઈ.એન.એસ. ખૂખરી જહાજો લડાઈ માટે ઉતર્યા હતા, એક મુબંઈ બાજુથી તથા એક વિશાખાપટ્ટનમથી. આ લડાઈમાં પાકિસ્તાનની સબમરીનને ભારતના યુધ્ધ જહાજએ તોડી પાડ્યું હતું. આ લડાઈ દરમિયાન પાકિસ્તાન સામે લડતા લડતા મુંબઈના આઈ.એન.એસ. એફ-49 ખૂખરીએ જળ સમાધી લીધી હતી. તેમાં 176 જેટલા સોલ્જર અને 18 અધીકારીયો શહિદ થયા હતા, જેમની યાદગીરી તથા લોકોની જાણકારી માટે દીવમાં આવેલા પ્રખ્યાત ચક્રતીર્થ બીચ પર આઈ.એન.એસ. કૂકરીનુ હુબહુ કોપી યુધ્ધ જહાજ બનાવી રાખવામાં આવેલા હતા. જેથી તેમના ઈતિહાસ વિશે લોકો જાણી શકે.

દિવ વાસીઓનું  કહેવું છે કે આવા યુદ્ધ પોત વિશેની જાણકારીથી આવનારી પેઢીમાં અને પર્યટકોમાં ભારતીય નૌ સેના પ્રત્યે લાગણી પેદા થાય અને પર્યટનનો  વિકાસ થાય અને નાના ધંધાર્થીઓને રોજગાર મળે અને દેશ વિદેશમાં દિવનું નામ રોશન થશે. અને દિવ માટે આજે બેવડી સિદ્ધિ મળશે આ યુદ્ધ જહાજને 26મી જાન્યુઆરીએ જનતાને સમર્પિત કરી પ્રદર્શન માટે મુકવામાં આવશે. તેથી જહાજમાં જળ સમાધિ લેનાર તમામ નૌસૈનિકોને સાચી શ્રદ્ધાંજલી આપવાનો  સુવર્ણ અવસર મળશે.26મી જાન્યુઆરી પ્રજાસતાકદિન ના દિવસે દમણ દિવ દાદરા નગર હવેલી ના પ્રસાશક પ્રફુલભાઈ પટેલ દ્વારા  દેશ વિદેશ ના પર્યટકો માટે પ્રદર્શન માટે ખુલ્લું  મુકવામાં આવશે.

દિવ વાસીઓનું  કહેવું છે કે આવા યુદ્ધ પોત વિશે ની જાણકારી થી આવનારી પેઢી માં અને પર્યટકોમાં ભારતીય નૌ સેના પ્રત્યે લાગણી પેદા થાય અને પર્યટન નો  વિકાસ થાય અને નાના ધંધાર્થીઓને રોજગાર મળે અને દેશ વિદેશ માં દિવ નું નામ રોશન થશે. અને દિવ માટે આજે બેવડી સિદ્ધિ મળશે આ યુદ્ધ જહાજ ને 26મી જાન્યુઆરી એ જનતાને સમર્પિત કરી પ્ર દર્શન માટે મુકવામાં આવશે. તેથી જહાજ માં જળ સમાધિ લેનાર તમામ નૌ સૈનિકો ને સાચી શ્રદ્ધાંજલી આપવાનો  સુવર્ણ અવસર મળશે.

ખુખરી દીવ માટે આઇકોનીક ભેટ માનવામાં આવશે: કલેકટર સલોની રાય

દિવમાં ભારતીય નૌ સેનાના ગર્વ સમાન આઈ.એન.એસ. ખુખરી જહાજ દીવ બંદરે આવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે દીવના કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના સધન પ્રયાસો દ્વારા આ અનેરી ભેટ દીવવાસીઓને મળી છે. જેને આગામી 26મી જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. આ યુદ્ધ જહાજમાં આંતરિક સુવિધાઓ પણ વધારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.