Abtak Media Google News

 

જિલ્લામાં  જુદા-જુદા અકસ્માતોમાં મહિલા  સાયકલ સવાર  સહિત સાત ઘવાયા

 

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી જિલ્લામાં અકસ્માતના પાંચ બનાવમાં બે લોકોના મોત અને અનેક વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર-મોરબી હાઈ વે પર આવેલ જાંબુડીયા બ્રીજ નજીક બે ટ્રેલર વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ક્લીનરનું મોત નીપજ્યું છે જ્યારે ટ્રેલર ચાલકને પણ ઇજા થયાનું સામે આવ્યું છે. ટ્રેલર રજી. નં. આરજે-52-જીએ-5916 ના ચાલક મુકેશભાઇ રામલાલ મેઘવન્સી (રહે. દલવાસા ગામ તા.દેવલી જી.ટકો (રાજસ્થાન)એ બેફામ સ્પીડે પોતાનું વાહન ચલાવ્યા બાદ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આગળ જતા ટ્રેલરને પાછળના ભાગે પોતાનું ટ્રેલર ઘુસાડી દીધું હતું જે અકસ્માતમાં ટ્રેલરમાં બેસેલ ક્લીનર કનૈયા શ્રવણભાઇ બલાઇ (રાજસ્થાન)ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચી હતી આથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલક મુકેશભાઈને પણ માથાના ભાગે મુંઢ ઇજા પહોંચી હોવાનું મોરબી તાલુકા પોલીસમાં જાહેર થવા પામ્યું છે.

અકસ્માત અંગેના વધુ એક કેસમાં કંડલા-મોરબી હાઇવે રોડ ઉપર નાઝ રોડલાઇન્સની બાજુમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અજાણ્યા ટ્રક ચાલકે બેફામ સ્પીડે ટ્રક ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાબી દેતા સવજીભાઇ તેરસીગભાઇ વસાવા (ઉ.વ.30)ની બાઇકને હડફેટે લીધી હતી. જે અકસ્માતમાં બાઈક ચાલક સવજીભાઇને ડાબા હાથમાં તથા ડાબા પગમાં તથા જમણા હાથમાં સામાન્ય ઇજા થઈ હતી વધુમાં બાઈક પાછળ બેસેલ કાંતીભાઇ કીનશાહ વસાવા (ઉ.વ.25)ને પગ પર ટ્રકનું ટાયર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની સવજીભાઇએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માત અંગેના એક કેસમાં મોરબી માળીયા હાઇવે રોડ પર આવેલ સોખડા ગામના પાટીયા નજીક મારૂતી સુઝુકી કંપનીની કાર રજી. નં. જીજે-03-સીઆર-6180 ના ચાલકે મનસુખભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ.47)  પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર ગૌરીબેન રોડ ઉપર પટકાયા હતા જેથી તેઓને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા પહોંચી હતી ઉપરાંત મનસુખભાઇને શરીરે સામાન્ય છોલછાલ જેવી ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક નાશી છુટતા મનસુખભાઇએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે તાપસ હાથ ધરી છે.ટંકારા મોરબી રોડ પર આવેલ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે બાઈક ચાલકે સાયકલને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-03-એલએચ-2898 ના ચાલક યશ શૈલેષભાઇ પટેલ (રહે-રાજકોટ)એ પુર ઝડપે બાઈક ચલાવી ધનજીભાઇ કરશનભાઇ ઝાપડા (ઉ.વ.37 ) ના પુત્ર તુષારની સાયકલને ઠોકરે લીધી હતી જેમાં તુષાર સાયકલ પરથી જમીન પર પટકાતા તેને ઢીચણના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા થઈ હતી તથા બાઈક પાછળ બેઠેલ સાહેદને શરીરે છોલાણ તથા મુંઢ ઇજાઓ થઈ હતી આથી ધનજીભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીના નવલખી રોડ પરના  હરી પાર્કની નજીક પગપાળા રસ્તો ઓળંગતા ગોવિંદભાઇ અરજણભાઇ વાઘેલાના પત્ની ધનીબેન (ઉ.વ.35)ને રજી.નં. જીજે-36-કે-5919 ના બાઈક ચાલકે દિનેશભાઇ વેરશીભાઇ કોળી (રહે-મોરબી નવલખી રોડ રોકડીયા હનુમાનની પાછળ)એ અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ધનીબેનને જમણા પગમા ફેકચર થયું હતું તેમજ માથામા પણ ઇજા પહોંચી હતી.અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઇજા પહોંચી હોવાની ગોવિંદભાઇએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.