Abtak Media Google News
વિદેશી દારૂ, ટ્રક અને મોબાઇલ મળી રૂ.15.12 લાખનો મુદામાલ અલ.સી.બી.એ કબ્જે કયો

અબતક, રાજકોટ

ગોંડલના ભરૂડી ગામ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 972 બોટલ વિદેશી દારુના જંગી જથ્થા સાથે રાજસ્થાની શખ્સ લાલુખાન અકબરખાન મીરાસીની ધરપકડ કરી છે અને વિદેશી દારુ, ટ્રક અને મોબાઇલ મળી કુલ રૂ. 15.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓનો પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા  સુચના કરતાં પોલીસ ઇન્સ. અજયસિંહ ગોહિલ તથા પો. સબ ઇન્સ. એસ.જે. રાણાની રાહબારી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સફ. નિલેશભાઇ ડાંગર તથા પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવાનાઓને મળેલા હકિકત આધારે ગોંડલ તાલુકાના ભરુડી ગામના બસ સ્ટોપ સામેના ભાગે એલ.સી.બી. ફિલ્ડ યુનીટ કચેરી પાસે રાજકોટથી જુનાગઢ તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારુનો જથ્થો ભરી વાહન કરી પસાર થનાર ટ્રક નં. આર.જે. 19 જીએ 4039 નો ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નં. 972 કિમત રૂ. 5,07,300 તથા ટ્રક સાથે મળી કુલ રૂ. 15,12,640 ના મુદામાલ સાથે લાલુખાન અકબરખાન મીસસી(ઉ.વ.30) (રહે. ખોરુદા રોડ ભાવી ગામ તા. બીલાડા જી. જોધપુર રાજસ્થાન) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.