Abtak Media Google News

અબતક, રાજકોટ

ક્રીડ ભારતી રાજકોટ દ્વારા સ્વાધિનતાના 75 વર્ષ અમૃત મહોત્સવ ઉપલક્ષ્યમાં ‘સ્વસ્થ ભારત સમર્થ ભારત’ના ભાવને સાર્થક કરવા 75 કરોડ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન આગામી 30 જાન્યુઆરી રવિવારે સવારે 8.30 થી 9.30 વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

100 થી વધુ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત આવનારી પેઢી માટે પ્રેરણારૂપ: સૂર્ય નમસ્કાર સમિતિ

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સૂર્ય નમસ્કાર સમિતિના ચિંતનભાઇ રાઠોડ, નિતેષભાઇ કથીરીયા તથા વિરેન્દ્રભાઇ મુલચંદાણીએ જણાવ્યું હતું કે  સૌથી વધુ મહાનુભાવોની ઉ5સ્થિતિ વચ્ચે સૂર્ય નમસ્કાર આવનારી પેઢી માટે પ્રેરણા સ્વરુપ બની રહેશે.

સૂર્ય નમસ્કારના ફાયદાઓ અંગે જોઇએ તો સૂર્ય નમસ્કારના અભ્યાસથી વ્યકિતનું શરીર વિવિધ જટીલ આશનો માટે સક્ષમ બને છે, સૂર્ય નમસ્કારના નિયમિત અભ્યાસથી શરીરનો સર્વાગી વિકાસ થઇ દ્રઢતા અને બળ પ્રાપ્ત થાય છે.

વિદ્યાર્થીઓ તેજસ્વી બને છે. ચરિત્રનું નિર્માણ થાય છે અને જીવન ઘ્યેય લક્ષી બને છે, વ્યકિતના અંત: કરણમાં પ્રાણનો સંચાર થાય છે, સૂર્યના કિરણોમાંથી આપણને વિટામીન ‘ડી’ મળે છે. તેનાથી શરીરના હાડકા મજબુત બને છે, સૂર્યના પ્રાત:કાળના કિરણોમાં રોગ વિનાસના શકિત રહેલી હોવાથી તેના અભ્યાસીનીને રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. વગેરે જેવા અનેક ફાયદાઓ થતા હોય વધુમાં વધુ લોકો સૂર્ય નમસ્કાર અભિયાનમાં જોડાય દેશના 75 વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 75 કરોડ સૂર્ય નમસ્કાર કરવાના ભગીરથ અભિયાનમાં જોડાવા અપીલ પણ કરવામાં આવી છે. તથા નિતેશભાઇ કથીરીયા મો. નઁ. 94272 21124 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.