Abtak Media Google News
સમગ્ર પ્રકરણમાં જિલ્લા મહેકમ શાખાના કર્મચારીની ગેરવર્તનની ભૂમિકાની ચર્ચા

અબતક ભરત ગોહિલ, જામજોધપુર

જામજોધપુર તાલુકા પંચાયત વર્ગ-4 માં કર્મચારી અજયભાઇ વ્યાસને માનસિક ત્રાસ તેમ જ આ કર્મચારીએ પોતે બજાવેલ ફરજનો પગાર ખોટી રીતે રોકી આ કર્મચારીને આર્થિક સંકડામણ જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી કરવા અંગે જવાબદાર તાલુકા વિકાસ અધિકારી અને તેમના મળતીયા વિરુઘ્ધ પગલા લેવા આજદિવસ સુધી વર્ગ-4 ના આ કર્મચારી દ્વારા જીલ્લા કક્ષાએ અનેક લેખીત રજુઆત કરી ત્યારે જીલ્લા કક્ષાએ પગલા લેવાતો ઠીક કર્મચારી દ્વારા થયેલ આટલી અરજીની તપાસ પણ કરેલ નથી જો જાન્યુ. 2021 થી માર્ચ 2021 સુધી કપાત પગારનો રજા રેકર્ડ તપાસવામાં આવે તો આ અધિકારી ખુલ્લા પડી જાય તેમ જ કર્મચારી દ્વારા અનેક અરજીઓ કરાતા જો તેમની તપાસ થાય તો રેલો પોતાના સુધી આવે જેમને લઇ વહીવટી સરળતાના રૂપાળા બહાને હેઠળ જીલ્લા પંચાયતના કર્મચારીની મીલીભગતથી આ કર્મચારીની બદલી રાતોરાત કરી  ત્યારે પશ્ર્ન એ છે કે આવા નિર્દોષ કર્મચારીની બદલી થઇ શકતી હોય તો જવાબદાર અધિકારીની કેમ બદલી નહીં તેવો સવાલ પેદા થયો છે તેમજ આ કર્મચારીને હેરાન પરેશાન કરવા ગેરબંધારણીય રીતે કર્મચારી અને તેમના પરિવારજનોની અધિકારી દ્વારા બેંક પાસબુક માંગેલ આ કર્મચારીની જાન્યુ. થી માર્ચ સુધીની કપાત પગારની રજા અંગે સચોટ તપાસ થાય તો અનેક અધિકારીના તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ નીર્માણ પામેઆમ આ વર્ગ-4 ના કર્મચારીને હેરાન પરેશાન કરવા અધિકારીઓ દ્વારા અનેક ત્રાગા રચવામાં આવે છે જો સરકારના જ કર્મચારીની પોતાની વ્યાથાની રજુઆતો નિર્ભર તંત્ર સાંભળતું ન હોય તો સામાન્ય પ્રજાની પીડા આ તંત્રને સમજાવવા કેવડી જહેમત ઉઠાવવી પડતી હશે તે પણ એક પ્રશ્ર્ન છે જો આ અંગે જવાબદાર કર્મચારી વિરુઘ્ધ તપાસ કરી પગલા નહી લેવાય તો આ કર્મચારી દ્વારા નાછુટકે કચેરી સામે ગાંધી ચિંઘ્યા માર્ગે જવુ પડશે તેમ જરુર પડયે પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા નામદાર અદાલતનો નાછુટકે આશરો લેવો પડશે ત્યારે સમગ્ર પ્રકરણમાં જીલ્લા મહેકમ શાખાના કર્મચારીની ઢાક પીછોડામાં ભૂંડી ભૂમિકા હોવાનું ચચર્યાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.