Abtak Media Google News

અબતક, રાજકોટ

ચાલુ નાણાંકીય વર્ષમાં આપવામાં આવેલા 340 કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેક્સ બ્રાન્ચે હવે પૂરા જોશ સાથે હાર્ડ રિક્વરી શરૂ કરી દીધી છે. આજે બપોર સુધીમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની 67 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. ટેક્સ પેટે રૂા.36.39 લાખની આવક થવા પામી છે.

સેન્ટ્રલ ઝોનમાં 27, વેસ્ટ ઝોનમાં 18 અને ઇસ્ટ ઝોનમાં 22 બાકીદારોને નોટિસ ફટકારાતા બપોર સુધીમાં રૂા.36.39 લાખની વસૂલાત

આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.6માં લુણાગરીયા શેરીમાં ચાર મિલકતો, રણછોડનગરમાં પાંચ મિલકત, પેડક રોડ પર ત્રણ મિલકત, વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ પર ચાર મિલકત, વોર્ડ નં.14માં મિલપરામાં સાત મિલકત, કોઠારીયા રોડ ક્વાર્ટરમાં એક મિલકત, વોર્ડ નં.16માં કોઠારીયા મેઇન રોડ ચાર મિલકત, વોર્ડ નં.17માં યોગેશ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાર મિલકત, નહેરૂ નગરમાં ચાર મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી.

આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 27 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂા.12.43 લાખની, વેસ્ટ ઝોનમાં 18 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂા.10.09 લાખ અને ઇસ્ટ ઝોનમાં 22 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂા.13.87 લાખની વસૂલાત થવા પામી છે. આજ સુધીમાં વેરાની આવક આંક રૂા.194 કરોડે પહોંચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.