Abtak Media Google News

આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી

 

અબતક,રાજકોટ

નકારાત્મક પરિસ્થિતી સ્વીકારી શકતા નથી તેવી વ્યક્તિઓ ક્ષણિક આવેગ અને લાગણીઓ પર નિયંત્રણ ગુમાવી આપઘાત માટે પેરાઇ છે. તણાવ, ચિંતા, નિરાશા, હતાશા, નકારાત્મક વિચારો અને પરેશાની અનુભવતી વ્યક્તિઓને જીવવા-મરવા વચ્ચે કોઇ અંતર ન રહે ત્યારે આત્મહત્યા કરે છે.

મોજશોખ, શહેરીકરણ, બેરોજગારી, બેકારી, આર્થિક પરિસ્થિતી, પ્રેમમાં નિષ્ફળ, ભવિષ્યની અકાળ ચિંતા અને ગંભીર રોગના કારણે બદલાતી માનસિક સ્થિતી વ્યક્તિને આત્મહત્યા કરવા માટે પ્રેરે છે.

ભયના કારણે તરૂણ, પરિક્ષા અને પ્રેમમાં નાપાસ યુવાનો, આર્થિક અને ઘર કંકાસના કારણે અને બીમારીથી કંટાળી વૃધ્ધોમાં જીવન ટૂંકાવવાનું પ્રમાણ વધુ

આપઘાતના બનાવ અંગે થયેલા એક સર્વેના આંકડાકીય માહિતી પ્રમાણે ભયના કારણે તરૂણ અવસ્થા ધરાવતા બાળકો, પરિક્ષામાં અને પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ યુવાન, આર્થિક અને ઘર કંકાસના કારણે પ્રૌઢ જ્યારે બીમારીના કારણે વૃધ્ધો આત્મહત્યા કરવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આપઘાતના બનાવ વધવા પાછળ આર્થિક પરિસ્થિતી, વ્યાજકવાદ, સટ્ટો, પ્રેમ પ્રકરણ, ઘરેલુ હિંસા, ભાગીદાર વચ્ચેની તકરાર, લોક ડાઉનના કારણે થયેલી બેરોજગારી, માનસિક તણાવ અને ઉપરી અધિકારી દ્વારા અપાતા ત્રાસ આપઘાત માટે કારણભૂત ગણવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિર્વસિટી મનોવિજ્ઞાન ભવનના વડા યોગશે જોગસણ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ધારાબેન દોશીએ આત્મહત્યાના કિસ્સાઓમાં એક હક્કિત એ પણ જોવા મળી છે કે, આત્મહત્યા કરનાર લોકોની વાતો અને તેમના વર્તનમાં કોઇને કોઇ લક્ષણ જોવા મળે છે. જે વાસ્તવીક રીતે એક પ્રકારના સંકેત ગણાવ્યા છે. સમાજ જે રીતે આ બાબતને નજર અંદાજ કરે છે કે, આપડે આ બાબતે જાગૃત થઇ નથી શકતા, શુ આત્મહત્યાની ચર્ચાથી આત્મહત્યાની ઘટનામાં વધારો થતો હોવાનું જણાવી આવી વ્યક્તિ આપઘાત અંગે વાત કરવા જાય ત્યારે તેને અટકાવી દેવામાં આવે છે. તેની લાગણી સમજી ન શકવાના કારણે પોતાના જીવનનો અંત આણતા હોવાનું કહ્યું છે.

તણાવ, ચિંતા, નિરાશા, હતાશા,નકારાત્મક વિચારો અને પરેશાની અનુભવતી વ્યક્તિઓને જીવવા-મરવા વચ્ચે કોઇ અંતર લાગતુ નથી

આપઘાતના વિચારો આવવા કે આત્મહત્યાનો ખતરો વધવો એ સમયની સાથે ઓછો થઇ શકે છે, પરિસ્થિતીમાં બદલાવ આવે તો આત્મહત્યાના કોઇ વિચારોથી કોઇ વ્યક્તિ દુ:ખી હોય અને પરિસ્થિતીમાં બદાલવ આવે અને તેઓને સમયસર હુફ આપી તેના પ્રત્યે સહાનુભૂતિ સાથે વાતચીત કરવામાં આવે ત્યારે તેના આપઘાતના વિચારોમાંથી બહાર આવી શકે છે. તેના પરથી કહી શકાય કે આત્મહત્યાના વિચારો સ્થાયી હોતા નથી તે પરિસ્થિતી પર આધારીત હોય છે.

આત્મહત્યાનો પ્રયાસ કરી બચી ગયેલાઓ તેઓ મરવા માગતા ન હતા પરંતુ તેઓ દુ:ખથી છુટકારો મેળવવા માગતા હતા. તેઓ જીવવા કે મરવા વચ્ચે કોઇ અંતર લાગતુ ન હોવાના કારણે જ આપઘાતનો પ્રયાસ કરે છે. પરંતુ આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી. માત્ર ક્ષણિક આવેગના કારણે જ આપઘાત કરવા માટે પ્રેરાઇ છે. આપઘાત માટે પ્રેરાતી વ્યક્તિ શેર શાયરીના માધ્યમથી કે ઇશારાથી વાત ચીત કરતા હોય છે. નિરાશ થયેલી આવી વ્યક્તિને સમયસર ઓળખીને સંવેદનશીલતા અને ગંભીરતા દર્શાવવામાં આવે તો આવી વ્યક્તિ આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવી શકે છે.

આત્મહત્યાનો કોઇ પણ પ્રકારનો પ્રયત્ન હોય તે સામાન્ય હોય કે ગંભીર તેના પ્રત્યે ગંભીર થવું અને તેનો સમયસર ઉપાય ન થાય તો આવી વ્યક્તિ વધારે દુ:ખ અનુભવે છે. તેની માનસિક અવસ્થા કે સમસ્યાને સમજી તેનું નિરાકરણ કરવું જરૂરી છે. જેથી તે ભવિષ્યમાં ફરી આવું ઘાતક પગલું ન ભરે પરંતુ લોકો બચાવવા આગળ આવતી વ્યક્તિ કાયદાકીય આટીઘૂંટીના કારણે ડર અનુભવતી હોય છે.

આત્મહત્યાની ઘટના ઉપર નિયંત્રણ આવે માટે પરિવાર અને સમાજની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. નજીવી નિષ્ફળતાને સમાજ દ્વારા ખોટુ અર્થઘટન કરવામાં આવે તેના બદલે આવી પિડીત વ્યક્તિને સધિયારો આપી તેમને આત્મગૌરવ ન ગુમાવે તેવા વાતથી તેઓ બચી શકે છે. આત્મહત્યાના બનાવ અટકાવવા સમાજના તમામ વર્ગના લોકોની મદદ એટલે કે, સામાજીક મદદ, પ્રેમ અને હુફની ખાસ જરૂર હોય છે જે લોકો આત્મહ્ત્યા કરવા માટેના વિચારો કે પરિસ્થિતીમાંથી પસાર થાય છે તેઓની ખાસ સાર સંભાળની જરૂર હોય છે. તેમજ સમાજના આસપાસના લોકો, પરિવાર, ડોકટરો, પોલીસ, એનજીઓ અને ધાર્મિક વડાઓ સહિતના તમામ લોકોના સધિયારાની જરૂર હોય છે.

આપઘાત પૂર્વે વ્યક્તિમાં જોવા મળતાં લક્ષણો

– નિરાશા

– રોજની દૈનિક પ્રક્રિયામાંથી પોતાની જાતને ધીમે ધીમે દૂર કરી પોતાની મનગમતી વસ્તુઓ અન્યને સોંપી દેવી.

– કોઇ પણ પ્રતિક્રિયા ન આપવી.

– મિત્રો કે કુટુંબીજનો સાથે વાતચીત  મર્યાદિત કરી દેવી.

– જીવનમાંથી રસ ઉડી જવો.

– નકારાત્મક વિચારો આવવા.

– અચાનક સોશ્યલ મિડીયાથી ડિસકનેકટ થઈ જવું.

– ફિલિંગ અલોન જેવી પોસ્ટ શેર કરવી.

– માય લાસ્ટ પીક જેવી પોસ્ટ શેર કરવી.

– એકલતાનો અનુભવ કરવો.

– મને કોઇ સમજતું નથી એવી લાગણી થવી.

– લાંબી માંદગી, માનસિક બિમારી, નિ:સહાયતા, હતાશા, ડિપ્રેશન, અતિ ઉત્સાહી પણું, બેપરવાહ વર્તન.

– આત્મવિશ્વાસનો અભાવ.

જો કોઈ વ્યક્તિમાં  લક્ષણો જોવા મળે તોતેને બચવા  શું કરવું જરૂરી

-જો કોઇ વ્યક્તિમાં લક્ષણો જોવા મળે તો તેમને પ્રેમ, હુંફ તથા તે વ્યક્તિની સાથે વાત કરો, તેમને વિશ્વાસ અપાવો કે , તમે તેમને સમજી શકો છો. એક સારા શ્રોતા બનો. મનોચિકીત્સક કે મનોવૈજ્ઞાનિક  પાસે અવશ્ય લઇ જાવ, માનસિક રોગોની સારવાર થવી જરૂરી છે. સામાજીક શરમ છોડીને ડોક્ટરની સલાહ સારવાર લેવી જરૂરી,  સતત જિંદગી જીવવા માટેના હકારાત્મક સુચનો આપો

– જિંદગી અમુલ્ય છે એવી પ્રેરણા આપો.

-હું આત્મહત્યા કરીશ એમ કહેનારને ધમકી ન આપો પરંતુ સમજો આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ.સમાચાર પત્રો સામાયિકો , બોલીવુડ ફિલ્મો અને ગીતો દ્વારા પણ જીવનના હકારાત્મક અભિગમને પ્રોત્સાહિત કરીએ , બોલિવુડ ફિલ્મોમાં પણ આ અંગેના મેસેજ હોય જેનો પ્રચાર કરીએ, આશાવાદી બનીએ, વિચાર બદલીએ, દ્રષ્ટી બદલીએ , જીવન બદલીએ, અને હંમેશા યાદ રાખીએ કે, જિંદગી ના મિલેગી દુબારા ,-જીઓ જિંદા દિલીસે જીઓ

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.