Abtak Media Google News

પદવી મેળવનાર વિદ્યાર્થીઓની ઉજજવળ કારકીર્દીના ફળો રાજય સરકારને મળતા રહેશે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં દિક્ષાંત સમારોહમાં 108 વિદ્યાર્થીઓને  127 ગોલ્ડ મેડલ સહિત 14 ફેકલ્ટીના  37123 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ

પદવી ધારક યુવાનોને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી  રાજયપાલે માર્ગદર્શન  પૂરૂ પાડયું

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56 મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં 127 છાત્રોએ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા.

Screenshot 5

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે યુવાનો પોતાનામાં રહેલા શક્તિ સામર્થ્યને ઓળખી શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહયોગી બને.તેઓએ વધુંમાં   જણાવ્યું હતું કે સમર્થ યુવા શક્તિ દ્વારા સક્ષમ  રાષ્ટ્રનું નિર્માણ થાય છે. રાજ્યપાલે  સમારોહને કાર્યક્ષેત્ર માટે પ્રવૃત થવાના જીવનના નવા અધ્યાયના પ્રારંભ માટેની પ્રેરણા રૂપ જણાવી ઉમેર્યું હતું કે યુવાનો પોતાના કાર્યક્ષેત્રને સીમિત ન રાખે  પરંતુ નવા વિચારો, સકારાત્મક અભિગમ અને ઇનોવેશન   સાથે પોતાની જ્ઞાન સંપદાને વધુને વધુ સમૃદ્ધ બનાવી રાષ્ટ્ર અને  સમાજના ઉત્કર્ષ માટે પ્રવૃત થાય.

રાજ્યપાલે જણાવ્યું હતું કે યુવાનો પાસે અપાર સંભાવનાઓ સાથેનું ભાવવિશ્વ જોડાયેલું હોય છે ત્યારે લક્ષ્ય સિદ્ધિ માટે પોતાની જાતને સમર્પિત થઈ યુવાનો શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરામાં ગુરુ પોતાના શિષ્યને દીક્ષાંત સમયે ઉપદેશ આપી સત્યના માર્ગ પર  પોતાના કર્તવ્યનું પાલન કરી સતત સ્વાધ્યાયરત બની શ્રેષ્ઠ સફળતા માટે આશીર્વાદ આપતા હતા આ ઉપદેશને આત્મસાત કરવા રાજ્યપાલએ પરીક્ષાર્થીઓને અનુરોધકર્યોહતો

દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ  માર્ગદર્શન હેઠળ ભારત દેશ આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છેત્યારે  ક્યારે સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ના સહારે યુવાનો સફળતાના શિખરો સર કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યપાલ યુવાનોને શીખ આપી હતી.

રાજ્યપાલએ આ પ્રસંગે રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બનવાની દિશામાં ડગ માંડી યુવાનોને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણના લક્ષ્યને હાંસલ કરે તેવી શુભકામના પણ પાઠવી હતી.

પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ દીક્ષાંત સમારોહમાં આમંત્રિતોના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્ય ભરમાં અમલી બનાવાયેલી નવી શિક્ષણનીતિનો લાભ લઇ બદલાતા સમય પ્રમાણે યુવાનોને તેમની કારકિર્દીનું ઘડતર કરવા અનુરોધ કર્યો હતો.

410 એકરમાં ફેલાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અઢી લાખ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના જતન સાથે દેશનું ઉચ્ચ ભવિષ્ય નિર્માણ કરવા મંત્રી વાઘાણીએ શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થી કાળમાંથી કારકિર્દી કાળ તરફ ગતિ કરતા યુવાનોને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા અને રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ પોલીસીનો લાભ લઈ રાજ્યના વિકાસમાં સહભાગી થવા તેમણે યુવાનોને ખાસ અનુરોધ કર્યો હતો. અને એવો આશાવાદી ઉચ્ચાર્યો હતો કે પદવી મેળવનાર વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીના ફળો રાજ્ય સરકારને મળતા રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણનું અનેરું મહત્વ સમજાવી આજના દિવસે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને તેમની સામાજિક જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારત ભૂમિના સન્માનનીય પુત્રો , ક્રાંતિકારીઓ અને સ્વામિ વિવેકાનંદના ઉપદેશને જીવનમાં ચરિતાર્થ કરવાના શુભાશિષ પાઠવ્યા હતા .

રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે 56મા દીક્ષાંત સમારોહનો ગૃહ વિજ્ઞાન વિભાગના ડીન ડો.નીલામ્બરી દવેના અનુરોધ અન્વયે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપકુલપતિ  વિજયભાઈ દેસાણીએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ કામગીરીની વિગતો રજુ કરી હતી. મંત્રી  જીતુભાઈ વાઘાણી તથા  કુબેરભાઈ ડીડોરનું સ્મૃતિચિન્હ, શાલ અને ગ્રંથ પુષ્પથી સ્વાગત કરાયું હતું.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિભાગોના ડીનઓ, વડાઓ, સિન્ડિકેટના સભ્યો, સેનેટના સભ્યો, કોલેજના આચાર્યઓ, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડોકટર બની સમાજ સેવાની ઈચ્છા: ખુશી દેસાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં દિક્ષાંત સમારોહમાં સૌથી વધુ 8 ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની ખુશી દેસાઈએ નઅબતકથ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મારા પરીવારના તમામ સભ્યો ડોકટર જ છે. માટે હું પણ આ ફિલ્ડ સાથે જોડાયેલી છું મેડીકલ ફેકલ્ટીમાં મેં 8 ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેનો શ્રેય મારા માતા-પિતા અને ગૂરૂને જ જાય છે. ભવિષ્યમાં હું ડોકટર બનીને સમાજ સેવા કરૂ તેવી ઈચ્છા છે. વિદ્યાર્થીઓને મારો એ જ સંદેશો છે કે બસ તમે મહેનત કરો તેનું ફળ અવશ્ય મળશે જ.

ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું સાકાર થયું: દિવ્યા આસવાણી

હોમયોપેથીમાં ગોલ્ડ મેડલ મેળવનાર દિવ્યા આસવાણીએ નઅબતકથ સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે, આજના પદવીદાન સમારોહમાં મને હોમયોપેથીમાંથી ગોલ્ડ મેડલ મળ્યાનું સપનું સાકાર થયું છે. જેનો શ્રેય મારા માતા-પિતાને જાય છે. આગળ હું ઉચ્ચ અભ્યાસ કરી ડોકટર બનવા માંગું છુ અને વિદ્યાર્થીઓને મારો એજ સંદેશો છે કે, સ્ટ્રેસ લેવાની જરૂર નથી બસ તનતોડ મહેનતથી સારૂ પરિણામ મળી જ શકે. સમાજમાં અત્યારે હોમયોપેથીની ખૂબજ જરૂર છે. અને આગામી સમયની માંગ પણ છે.

નેનો સાયન્સ ભવન-ગર્લ્સ હોસ્ટેલને ખુલ્લી મુકતા શિક્ષણમંત્રી વાઘાણી

કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પનવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા આ પૂર્વે યુનિવર્સિટી ખાતે મંત્રીએ મુલાકાત લીધી હતી અને મંત્રીના હસ્તે ડિપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સ અને ગર્લ્સ હોસ્ટેલ નકાવેરીથનું લોકાર્પણ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.