Abtak Media Google News

મહિને 500 થી વધુની ઓપીડી: વર્ષમાં 600 થી વધુ કેમોથેરાપી અને તેમજ 300 થી વધુ રેડિયોથેરાપીના દર્દીઓને અપાય સારવાર

કેન્સરના ત્રીજા ભાગના દર્દીઓમાં તંબાકુ મુખ્ય કારણ

કેન્સર રિસર્ચ સેન્ટર ખાતે રૂ. 20 કરોડના ખર્ચે અત્યાધુનિક લિનિયર એક્સિલેટર મશી નથી 360 ડિગ્રીઅ રેડિયોથેરાપી ઉપલબ્ધ

આપણે રોજબરોજ ફિલ્મ કે ટેલિવિઝનના શા ેદરમ્યાન દર્દીના હોઠ, ઝડબુ અને અન્ય અંગ વિકૃત થઈ ગયેલા દર્દીની સારવારની જાહેરાત જોઈએ છીએ, અને એક ચેતવણી પણ આપવામાં આવે છે કે તંબાકુના કારણે આવી હાલત થઈ છે.

આપણા દેશમા ંતંબાકુના કારણે અનેક દર્દીઓ કેન્સરના ભોગ બન ેછે. જ ેશરીરને બહુ મોટું નુકસાન કર ેછે અને યોગ્ય સમયે સારવારનો મળે તો દર્દીનું મૃત્યુ પણ સંભવ હોઈ છે.

વાત છે કેન્સરની, લોકોમાં વૈશ્વિક પ્રચાર પ્રસાર થકી કેન્સર રોગ સામે જાગૃતિ અને તેના ેઅટકાવઅર્થેતા. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઓળખાય છે

રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે રાજકોટ ખાતે સૌરાષ્ટ ્રકેન્સર કેર એન્ડરિસચ ર્સેન્ટર ખાતે કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર અંગે માહિતી આપતા પ્રોફેસર અને હેડ ઓન્કોલોજીસ્ટ ડો.  મીના શાહ ેજણાવ્યુંહતુંકે, અહીં વર્ષે 3હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. નવા કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિનામાં 500 થી વધુનીઓ.પી.ડી. હોઈ છે. હાલ 600 જેટલા દર્દીઓને કીમોથેરાપી અને 300 જેટલા દર્દીઓ રેડિયો થેરાપી લઈ રહ્યા છે.

રેડિયો થેરાપીની સાઇકલનો ખર્ચ એકથી દોઢ લાખ થાય છ ેજે ખાનગી હોસ્પિટલમાં 2લાખથી વધ ુથાયછે જે અહીં આયુષ્માન કાર્ડધારકોને નિ:શુલ્ક સારવાર આપવામા ંઆવે છે.

ડો. મીના શાહ જણાવે છે કે,  રાજકોટનું ગૌરવ છે કે આપણી પાસે સૌરાષ્ટ્રમા ંસૌથી અત્યાધુનિક ત્રણ મશીનો છે જેની કિંમત લગભગરૂ. 20 થી 25 કરોડ જેવીછે. રેડિયોથેરાપી માટે બે મશીન છે . જેમાં  લિનિયર એક્સિલેટર અતિ આધુનિક ટેક્નોલોજીનું મશીન 360 ડિગ્રી એ ડિગ્રીએ રેડિયો પેરાપી આપવામાં આવે છે.   જયારે શરીરના કોઈભાગમાં નજીકમાં થેરાપી આપવાની હોઈ તેમાં બ્રેકીથેરાપી થકી શરીરના તે ભાગ પાસે એનેસ્થેસિયા  આપી સાધનનો એક ભાગ જેમાંથી રેડિયા ેકિરણ નીકળે છે તેને અંદર લઈ જવામાં આવે છે. જયારે દર્દીને નિદાન થઈ જાય ત્યારબાદ રેડિયેશન થેરાપી પહેલા તેનું સીટી સિમ્યુલેટર મશીનની મદદથી સીટી સ્કેન કરી તે ભાગ નિશ્ચિત કરવામાં આવેછે.

આ સાથે જે દર્દીઓને કેન્સરની વધ ુઅસર થઈ હોઈ અને તેમને વધુ પડતું દર્દ થતું હોઈ તેવા દર્દીઓને મોરફીન, નાર્કોટિક્સની પેઈન એન્ડ પેલેટિટીવ સારવાર પણ અહીં કરી આપવામાં આવે છે. અહી પેઇન મેનેજમેન્ટ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે.

મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરન ેઅગાઉથી ઓળખવા માટે ખાસ પેપ ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનુ ંડો. મીના શાહ જણાવે છે

રાજકોટ કેન્સર સેન્ટર ખાતે પાંચ ફુલ ટાઇમ ડોક્ટર્સ,  વિઝિટિંગ ડોક્ટર્સ અને ગાયનેક ડોક્ટર્સની ટીમ કેન્સરના દર્દીઓની સારવાર કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા કેન્સરના દર્દીઓને સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાત ેઅદ્યતન સારવાર મળી રહે તે માટે આધુનિક મેડિકલ ઇકવીપમેન્ટ ફાળવવામાં

આવ્યા છે. કેન્સર માત્ર એક વ્યક્તિને નહિ પરંતુ તેમના પરિવાર અને સમગ ્રસમાજને અસર કરે છે. ભારતમાં કેન્સરના કારણ ખુબ મોટા ેદર છે ત્યારે આપણે સૌએ જાગૃતિ સાથે વ્યસનોથી દૂર રહી પરિવાર,  સમાજ અને રાષ્ટ્રના સ્વાસ્થ્યમાં પ્રદાન આપવું જરૂરી છે. કેન્સરથી બચવા જાગૃતિ અને વહેલું નિદાન જરૂરી હોવાનું ડો. મીના શાહ જણાવી કહે છ ેકે કેન્સરના દર્દીઓમાં ત્રીજા ભાગના દર્દીઓન ેકેન્સર તંબાકુના વ્યસનને કારણે થતું હોઈ છે.

મ્હોં અને ગાળાનું કેન્સર તથા ગર્ભાશયના કેન્સરથી બચવા આટલુ કરો

  • તમાકુ અને દારૂનો ઉપયોગ ટાળવો
  • મહોણી સ્વચ્છતા જાળવો અન ેદિવસમાં બે વખત બ્રશ કરો
  • તૂટેલા દાંતની સારવાર
  • ખુબ ગરમ ખોરાક, પીણાંનો ઉપયોગ ટાળવો
  • ગર્ભાશયના કેન્સરથી બચવા…
  • નહતી વખતે, પેસાબ બાદ તેમજ જાતીય સમાગમ બાદ પ્રજનન અંગોની પૂરતી સફાઈ
  • સ્ત્રીનું લગ્ન 18 વર્ષ પછી અને બાળક 20 વર્ષ પછી થવું જોઈએ
  • કેન્સરનું જોખમ ઘટાડવા ધુમ્રપાન, દારૂનો નિષેધ, તાજાફળ અને શાકભાજી, વિટામિન એ અને સી. યુક્ત આહાર, ઓછી ચરબી યુક્ત આહાર લેવો, અતિશય સૂર્યપ્રકાશમાં રહેવાનુ ટાળવું સહિતનું ધ્યાન રાખવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.