Abtak Media Google News

સતત બોટ અને માછીમારોના અપહરણની ઘટનાથી લોકોમાં ભારે રોષ: કડક કાર્યવાહી કરવા ઉઠતી માગણી

અબતક,અશોક થાનકી, પોરબંદર

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય જળસીમાંમાંથી વધુ બે બોટ અને 1ર માછીમારનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ઉઠાવાઈ ગયેલી બન્નો બોટ ઓખાની હોવાનું જાણવા મળે છે.

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા છાસવારે ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય બોટ સહિત માછીમારોના અપહરણ કરી લઈ જવાની ઘટના સામે આવે છે ત્યારે ગઈકાલે મંગળવાર સવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમાં માંથી માછીમારી કરી રહેલ બે ઓખાની બોટ અને 1ર માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે. બોટ અને માછીમારોના નામ હવે જાહેર થશે તેવું માછીમાર આગેવાન મનીષ લોઢારીએ જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો એક અઠવાડિયામાં આ ચોથો બનાવ છે. જેમાં ઓખાની તુલસીમૈયા બોટ અને સાત માછીમાર, નવસારીની સત્યવતી બોટ અને તેમાં સવાર 3 માછીમાર, બે દિવસ પૂવર્ે જ મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર 13 માછીમાર તેમજ મંગળવારે પણ બે બોટ અને 1ર માછીમારના બોટ સાથે પાક. મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લઈ ગયા છે. આમ અઠવાડિયામાં ચોથો બનાવ બન્યો છે. ભારતીય બોટ અને માછીમારના અપહરણ કરી લઈ જવાની ઘટના છાસવારે સામે આવી રહી છે ત્યારે માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.