Abtak Media Google News

કાર્ગો સર્વિસ વહેલાસર શરૂ કરવાના પ્રયાસો ઓગસ્ટ 2022 સુધીમાં તમામ કામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક પૂર્ણ થશે: 

અબતક, રાજકોટ

રાજકોટની ભાગોળે હીરાસર એરપોર્ટમાં કામચલાઉ ટર્મિનલનું બાંધકામ એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે અને કાર્ગો સર્વિસ વહેલાસર શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ 2022 સુધીમાં તમામ કામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ રાષ્ટ્રની આઝાદીના 75મા વર્ષે જ કરી શકાય એ માટે એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું આટોપી લેવાના આદેશ છૂટયા છે. 2022ના ઓગસ્ટ માસમાં મોટે ભાગે વડાપ્રધાનના હસ્તે જ ઉદઘાટન કરાવવા તજવીજ શરૂ થઈ ગઈ છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા એરપોર્ટમા અત્યાર સુધી એવી ધારણા હતી કે રન-વેનું કામ પૂર્ણ થયે ઓગસ્ટ- 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ કરાવવું, ડિસેમ્બર 2022માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દેવો અને માર્ચ 2023માં એરપોર્ટ કાર્યરત કરી દેવું, પરંતુ હવે કેન્દ્ર સરકારે આઝાદીના 75મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાનું નક્કી કરીને ડિસેમ્બર 2022ને બદલે ઓગસ્ટ 2022 સુધીમાં કામ નીપટાવી લેવા જણાવ્યું છે. બીજી તરફ કામચલાઉ ટર્મિનલનું બાંધકામ એક મહિનામાં પૂર્ણ કરી કાર્ગો સર્વિસ વહેલાસર શરૂ કરવાના પ્રયાસો તેજ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.