Abtak Media Google News

Table of Contents

તકલીફોનું વર્ષ 2020-21 માં 98 ટકા નિવારણ થયું !!!

વર્ષ 2019-20 માં કુલ 27,974 અરજીઓ આવી હતી. જે પૈકી 25,455 અરજીઓનો નિકાલ થયો હતો

અબતક, રાજકોટ
સમગ્ર ભારતભરમાં આવકવેરા વિભાગ સાથે જોડાયેલા કરદાતાઓને કોઇ તકલીફનો સામનો ન કરવો પડે, તે માટે આવકવેરા વિભાગ અને સીબીડીટી બોર્ડ દ્વારા તાકીદે પગલા લેવામાં આવતા હોઇ છે. જેને ઘ્યાને લઇ કરદાતાઓને કોઇ જ તકલીફનો સામનો ન કરવો પડે એટલું જ નહિ, સમગ્ર ગુજરાત રાજયમાં વર્ષ 2020-21 માં 98 ટકા ફરીયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહીતી મુજબ અધિકારીઓનું માનવું છે કે , જે સિઘ્ધી આવકવેરા વિભાગને મળી છે તેનું મુખ્ય કારણ એ છે કે, સરકાર અને બોર્ડ દ્વારા જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેનો ફાયદો કરદાતાઓને મળ્યો છે, સામે જાગૃતિમાં પણ વધારો થયો છે.
પહેલાના સમયમાં લોકોને આવકવેરા વિભાગમાં જવા માટે સતત ડર લાગતો હતો અને અનેક તકલીફોપણ ઉભી થતી હતી. બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે કે જે રીતે ફરીયાદોનો મારો વર્ષ 2019 થી વર્ષ 2021 દરમિયાન જોવા મળ્યો છે, તેનાથી એવાત સ્પષ્ટ થાય છે કે, આવકવેરા વિભાગ દ્વારા જે લીટીગેશન થતા હોઇ છે, તેનું નિરાકરણ નિયત સમયમાં કરવામાં આવતું નથી. પરીણામે અરજીઓ વધુને વધુ માત્રમાં જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકાર અને સીબીડીટી દ્વારા જે ફરીયાદ કરવા માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તેમાં વિવિધ વિભાગો જોડાયા છે. જેમાં સીપી ગ્રામ, ઇ-નિવારણ અને અન્ય ત્યારે આગામી સમયમાં આ પ્રકારની ફરીયાદોની સંખ્યામાં ઘટાડો આવે તે માટે વિભાગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે, તેનાથી કરદાતાઓને યોગ્ય માહીતી મળી શકશે અને તેમની જે તકલીફો ઉભી થઇ છે તેનું પણ નિયત સમયમાં નિવારણ આવી શકશે.

વર્ષ 2020-21માં કુલ 35,646 અરજીઓ આવી હતી, જે પૈકી 34,996 અરજીઓનો નિકાલ થયો હતો

સમગ્ર ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ હર હંમેશ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે કે ગુજરાતના કરદાતાઓને કોઇપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તેઓને જે લીટીગેશન ઉભા થતા હોય તો તેનું ત્વરીત નિવારણ લાવી શકાય. પરંતુ છેલ્લા ઘણા સમયથી આવક વેરા વિભાગનું જે નવું પોર્ટલ આવ્યું છે તેનાથી કરદાતાઓને ઘણી તકલીફો વેઠવી પડી રહી છે. ત્યારે એ સ્થિતિ પણ ઉભી થઇ શકે કે તેમની તકલીફોમાં વધારો થાય આ સ્થિતિ આગામી સમયમાં ન આવે તે માટે આવક વેરા વિભાગ દ્વારા સતત કામગીરી હાથધરવામાં આવી રહી છે અને કરદાતાઓને કોઇપણ પ્રકારની તકલીફ ઉભી ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.Screenshot 20 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.