Abtak Media Google News

 

Advertisement

અબતક,રાજકોટ

જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ના ઓડિટોરિયમમાં અંગદાતા , ચક્ષુદાતા અને દેહદાતાના પરિવારજનોને સન્માનિત કરી ઋણ સ્વીકાર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો . આર.કે બિલ્ડર્સના તરલાબેન રસિકભાઈ મહેતા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમ માં મુકેશભાઈ દોશી , હિરેનભાઈ મહેતા (આર.કે.બિલ્ડર) , ગૌતમભાઈ ધમસાણિયા (ચેમ્બર ઓફ કોમર્સ) સુનિલભાઈ શાહ , જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ) , જીમિ અડવાણી (શિવસેના ) , અનુપમભાઈ દોશી , પ્રભુદાસભાઈ રાજાણી , ડો . હેમલ કણસાગરા , જનાર્દનભાઇ આચાર્ય , અશ્વિનભાઈ મહેતા , વડીયા વી ડી વઘાસીયા  વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપી ચક્ષુદાતાના પરિવારજનોને સન્માનિત કર્યા .

હતા અને ટ્રસ્ટના ઉમદા કાર્યને બિરદાવ્યુ હતું.ટ્રસ્ટ દ્વારા  કદાચ સૌપ્રથમ વખત ચક્ષુદાતાના પરિવાર જનો અને ચક્ષુ મેળવનાર એમ બંને વ્યક્તિઓ ને જ્ઞજર રાખી સ્ટેજત્થર સન્માનિત કરાયા હતા ત્યારે ભાવ સભર વાતાવરણ સર્જાયું હતુંદેહદાન કરનારના પરિવારજનોને પણ બિરદાવવામાં આવ્યા હતા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં જે લોકો વ્યક્તિઓઓનું પણ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . બ્રહ્મ સમાજના અગ્રણી જનાર્દનભાઇ આચાર્યએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

ટ્રસ્ટના ચેરમેન  ઉમેશભાઈ મહેતાએ 101 ચક્ષુદાતા , 10 દેહદાતા પરિવારનો વ્યક્તિગત સંપર્ક કરી , નિમંત્રણ પાઠવી ખૂબ જહેમત ઉઠાવી હતી.જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન , દેહદાન , અને અંગદાનની પ્રવૃત્તિઓ ઉપરાંત મીઠાઈ વિતરણ , ધાબળા વિતરણ , બસ સ્ટેન્ડમાં છાશ વિતરણ , સ્લીપર વિતરણ જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ની વધુ વિગતો માટે મો. નંબર 9428506011 પર સંપર્ક કરવા અનુરોધ  કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.