Abtak Media Google News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તપાસના આદેશ આપ્યા

અબતક, અમદાવાદ

ધોરણ-10 અને ધોરણ-12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાને લઇને જીએસઈબીએ  દાવો કર્યો હતો. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી ધોરણ દસ અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાના અહેવાલ બાદ ફરી એકવાર શિક્ષણ વિભાગ વિરૂદ્ધ સવાલો ઉઠી રહ્યાં છે. ધોરણ દસ અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાના અહેવાલ મળ્યા હતા. યુ-ટ્યુબ પર એક ચેનલે પરીક્ષા લેવાયના બે દિવસ અગાઉ જ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કર્યો હતો.  પેપર લીક થયાના અહેવાલો સોશિયલ  મીડિયામાં વહેતા થયા હતા.gujarat

ૠજઊઇના પરીક્ષા સચિવ દિનેશ પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ પેપર બોર્ડે આપ્યું નથી. જે ચેનલે પેપર મુક્યું છે તેની બોર્ડ તપાસ કરશે. સમગ્ર મામલે બોર્ડ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડ યુ-ટ્યુબ ચેનલ વિરુદ્ધ પગલા લેશે. યુ-ટ્યુબ ચેનલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાના પેપર લીક થયાના અહેવાલ છે. પરીક્ષા લેવાય તેના બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર પેપર લીક થયાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. નવનીત પ્રકાશનમાં પેપર છપાયા છે.

જો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરીક્ષા સચિવ દિનેશ પટેલે જણાવ્યું કે સોશલ મીડિયા પર વાયરલ થયેલ પેપર બોર્ડે આપ્યું નથી. જે ચેનલે સોશલ મીડિયા પર પેપર મુક્યું છે તેની બોર્ડ તપાસ કરશે. સમગ્ર મામલે બોર્ડે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરશે.. એટલુ જ નહીં, બોર્ડ યુ-ટ્યુબ ચેનલ વિરૂદ્ધ પગેલા લેવાની પણ કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.