Abtak Media Google News

લોકોએ ખેતરમાં માત્ર શાકભાજી ઉગતા જોયા છે કે લોકોને ઉગાડતા જોયા છે.પરંતુ એવી કોઇ જગ્યા વિશે વાત સાંભળી છે કે એક એવુ ખેતર જ્યાં ડાયમંડ ઉગે છે. આ વાત સાંભળતા જ થોડું અચરજ થશે પરંતુ આ સત્ય છે. અમેરિકાના અરકાંસાસ નેશનલ પાર્ક જે ૩૭ એકરમાં ફેલાયેલ છે. આ પાર્કની જમીનમાંથી સાચા હિરા નીકળે છે. નાના માણસમાંટે હિરા ખરીદવામાં એક સ્વપ્ન હોય છે પરંતુ આ બાગમાંથી મોટા પ્રમાણમાં હિરા મેળવી શકાય છે.

Advertisement

એવુ કહેવાય છે કે આ બગીચામાં આવીને હિરા મેળવી કેટલાય લોકો માલામાલ થયા હોવાના અનેક કિસ્સાઓ ધ્યાનમા આવેલ છે. ૧૯૦૬ માં જોન હડલેસ્ટોન નામમા એક વ્યક્તિએ સૌથી પહેલાં આ હિરા ઉગાડતા બગીચીની શોધ કરી હતી. આ વ્યક્તિને માત્ર ૨ ચમકદાર હિરા મળી આવતા તે ખુબ દ અચરજ પામ્યો હતા. હિરા મેળવીને ખુશ થયેલ આ માણસે આ હિરાની તપાસ કરતા જાણવા મળ્યુ કે તેની કિંમત બહુ જ વધારે હતી.

આ ઘટના બાદ અહીં એક પાર્ક બનાવી દેવામાં આવ્યા છે જ્યાં ખોદકામ કરતા અત્યાર સુધીમાં ૭૫૦૦૦થી વધુ હિરા મળી આવ્યા છે. આ બગીચામાં ફરવા એક 14 વર્ષિય છોકરાને ૩૦ મીનીટ ફરતાં તેને ૭.૪૪કેરેટનો ખુબ કિંમતી ડાયમન્ડ મળી આવ્યા હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.