Abtak Media Google News

ઇન્ટરનેટે આજે અઘરા કાર્યોને પણ આસાન બનાવી દીધા છે. પહેલાના સમયમાં યુવક યુવતીઓ લગ્ન કરે તે પહેલા સગા-વ્હાલા તેમજ પરિવારજનોને સાથે રાખતા હતા. પરંતુ આ યુગમાં આ કાર્ય આસાન થઇ ગયું છે જેનું શ્રેય મેટ્રોમોનિયમ સાઇટ્સને જાય છે. ઇન્ટરનેટની મદદથી જીવનસાથીની શોધ કરવી તે કોઇ નવી વાત નથી. મોટાભાગના યુવાનો  સોશિયલ સાઇટ્સને ઉપયોગ કરતા થયા છે.

– તમારી આઇડી તેમજ પ્રોફાઇલ ક્યારેય આવી સાઇટ્સ પર ફેક મુકવી નહી.

– ક્યારેય પણ એકબીજાને ખોટી માહિતી તેમજ ખરાબ લાગે તેવુ કરવુ નહી ખોટી માહિતીથી વ્યક્તિને વિશ્વાસ રહેતો નથી તે તમારી છબીને નકારાત્મક દર્શાવે છે.

– જીવનસાથી મેળવવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સ એક યોગ્ય જગ્યા છે. પરંતુ તમે કઇ સાઇટ ચૂઝ કરો છો તે ખૂબ જ મહત્વનું છે તમે તેની ફિ વિશે પૂરી તૈયારી કરી લો. આ સિવાય સાઇટ્સને નજર અંદાજ કરવી નહી.

– તમે તમારા માહિતી જો આવી સાઇટ્સ પર છુપાીવીને રાખશો તો સામે વાળી વ્યક્તિને તમારા વિશે કઇ રીતે ખબર પડશે? તે તમારા સાથે કઇ રીતે જોડાઇ શકે ? આ બાબતોનું ખ્યાલ રાખવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.