Abtak Media Google News

દેવાધી દેવ મહાદેવનો પાવન પવિત્ર દિવસ  એટલે શિવરાત્રિ

શિવરાત્રિ એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રિજવવાનો પ્રસ્સન કરવાનો દિવસ દેવોના દેવ મહાદેવ એ આદિ અનાદિ દેવ છે શિવરાત્રિ આટલે ભોળાનાથનો જન્મોત્સવ , આમતો શિવજી વિશે જેટલું કહીએ તો પણ સમગ્ર જીવન ઓછું પડે આ દિવસે અનેકો અનેક પ્રકારના ભજન , સેવાના પ્રકલ્પો ચિરતાર્થ થતા હોય છે જેનું દરેક દરેક વ્યક્તિ માટે અનેરો , આહલાદક વિશેષ મહત્વ હોય છે . આ દિવસે દેવની નગરી એવા ગરવા ગિર જુનાગઢમાં ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં અવિષ્મરણીય શિવ રાત્રિ મેળો યોજાય છે . જે મીની કુંભમેળો સમાન છે બમ બમ ભોલેનાથ , હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિશ્વમાથી ઉચ્ચ કોટિના સાધુ – સંતો ના શિવરાત્રિના મેળામાં દર્શન થાય છે . ભાંગના પ્રશાદ સાથે અનેક પ્રકારના ભોજનનો લ્હાવો માણવા મળે છે . કહેવાય છે આ દિવસે સ્વયં મહાદેવ ભોળાનાથ કૈલાશ માનસરોવરથી ગિરનાર ભવનાથ તળેટી ખાતે હાજરા – હજુર હોય છે . મહાશિવરાત્રીના મેળામાં આથમતી સંધ્યાએ જીવ અને શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલો મેળો એટલે હર – હર મહાદેવનો શિવરાત્રિ મેળો શિવરાત્રિ એટલે ભજન , ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ – શિવરાત્રીનું પર્વ આરાધનાનું પર્વ છે . શિવ એટલે સદભાવ , શિવ એટલે સર્વનું કલ્યાણ , ગળામાં સર્પની માળા ધારણ કરનાર શ્રી ભોલે ભંડારી , શિવ શંભુ મહાદેવ ભગવાનની આજે ભારત દેશ અને પરદેશમાં અનેક હિન્દુ ધાર્મિક ભક્તો હદયની અનેરી શ્રદ્ધાથી એમના આરાધ્ય દેવ મહાદેવની પુજા અર્ચના , આરતી અને અભિષેક કરીને કૃતજ્ઞતાની લાગણી અનુભવે છે.

શિવરાત્રિ પ્રતિ માસ આવે પરંતુ મહા શિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે . શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમ: શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ – પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે . મહા શિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે . એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપમુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે .

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું . આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે . જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે શિવરાત્રી . ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે . સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે . બ્રહ્માણ્ડના જીવોનું સંકલન કરનારા છે . દૃષ્ટ , દુરાચારી , વિદ્રોહીઓના મારક છે . સત્ય , સંયમ , સાત્વિકતાના તારક છે . દર્દીત્ય સેનાના સંહારક છે . શંખ , ડમરુ , ત્રિશૂલ ધારક છે . ભૂતનાથ , ભૈરવવાદી રુદ્રો ના પતિ અને સાધુ – જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે .

ભગવાન શંકરને અતિમાન કે અભિમાનિ મંજૂર નથી . તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનારું રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શકરે પૂરી કરી ન હતી . ‘ વૈરાગ્ય શતક ’ રચીયતા ભૃતુહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૃતુહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો . સંત બન્યો . એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતાં ગયા , પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા , ભક્તને ભક્તિનું અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ , પુજા , ઉપાસના સ્વીકાર્ય બનતા નથી , અને એ જ બ્રહ્માણનો સર્વકાલીન  નિયમ છે . મહાશિવરાત્રી પર્વના  દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે . અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે . આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે . જન્મના ગ્રહોના દ્વારીદ્રય યોગ શિવરાત્રીએ શિવપૂજનથી દૂર થાય છે , આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે . આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મ્ય પાઠ સોમયજ્ઞનું ફળ આપે

આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરું અને અદકેરું મહાત્મય છે . ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉંઠશે હર હર મહાદેવનો નાદ … જય ભોલેનાથ … જય હો પ્રભુ … સબસે જગત મેં ઊંચા હૈ તું … શિવ એટલે મંગળ , અવાહન , આસન , અધર્ય , પાધ્ય , આચમન , વસ્ત્ર , ગંધ , પુષ્પ , ધૂપ , નૈવેધ આરતી , પાનબીડું , નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના પૂજનને ષોડશોપચાર ” કહેવામાં આવે છે . શિવલિંગના પાચ સ્વરૂપો છે . પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે ( 1 ) સ્વયંભૂ લિંગ ( 2 ) બિંદુ લિંગ ( 3 ) સ્થાપિત લિંગ ( 4 ) ચર લિંગ ( 5 ) ગુરુ લિંગ .

બધા પાપોના નાશ કરવા અને સમસ્ત સુખોની કામના માટે મહાશિવરાત્રી વ્રત કરવું શ્રેષ્ઠ છે . સ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે . તે જરૂર પૂરી થઈ જાય છે . પુરુષ વ્રત કરે તો તેને ધન , દૌલત . યશ અને કીર્ત પ્રાપ્ત થાય છે . મહિલાઓ સુખ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્ત કરે છે . કુંવારી ક્ધયાઓ સુંદર અને સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ વ્રત કરે છે . શ્રી મહાશિવરાત્રી વ્રત કરવાથી ભગવાન શિવ જેટલા પ્રસન્ન થાય છે . એટલા તો સ્નાન , વસ્ત્ર ધૂપ અને ફળોના અર્પણ કરવાથી પણ નથી થતાં . સાંજથી જ ભગવાન શિવની પુજા માટે પૂર્ણ સામગ્રી તૈયાર કરો . રાત્રે ભગવાન શિવની ચાર પ્રહરની પુજા ખૂબ ભાવપૂર્વક કરવાનું વિધાન છે . દરેક પ્રહરની પુજા પછી આગામી પ્રહરની પૂજામાં મંત્રોનો જાપ બમણો , ત્રણ ગણો અને ચાર ગણો કરો .

ભગવાન શિવને દૂધ , દહી , મધ , સફેદ ફૂલ , સફેદ કમળ , પુષ્પો સાથે જ ભાંગ , ધતૂરો અને બિલીપત્ર અતિ પ્રિય છે . આ મંત્રનો જાપ – ઓમ નમ: શિવાય , ઓમ સદયોજાતાય નમ: , એમ વામદેવાય નમ :, ઓમ અધોરાય નમ: , ઓમ ઇશાનય નમ: , ઓમ તત્પુરુશાય નમ: , અધર્ય આપવા માટે કરો . રાત્રે શિવ ચાલીસા નો પાઠ કરો . દરેક પ્રહરની પૂજાનો સામાન જુદો જુદો હોવો જોઈએ . બિલ્વ પત્રના ત્રણેય પાન પૂરા હોવા જોઈએ . ચોખા સફેદ રંગના આખા હોવા જોઈએ . ભોલાનાથ ની પૂજન કરવું જોઈએ અને શિવરાત્રિ ની ઉજવણી કરવી , હાલ કોરોના મહામારી ને કારણે શિવરાત્રી (જુનાગઢ) મેળો સ્થગીત રાખેલ છે પણ આપણે સૌ ભોલાનાથ ને પ્રાર્થના કરીએ કે કોરોના મહામારી પૂર્ણ થાય અને સૌ પૂર્વવત થઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.