Abtak Media Google News

સીસીટીવી કેમેરા પ્રોજેકટનું લોકાર્પણ, યુનિવર્સિટી રોડ પર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત, વિવિધ હોસ્પિટલોને સહાયના ચેક અર્પણ કરશે: અક્ષય ઉર્જા વેબસાઈટનું લોન્ચીંગ, હેકાથોન૨૦૧૭ હેન્ડબુકનું વિમોચન સહિતના કાર્યક્રમો: રાત્રે વિવિધ રાસોત્સવમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ફરી એક વખત માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. કાલે સવારથી મોડી રાત સુધી મુખ્યમંત્રીના ભરચક્ક કાર્યક્રમો છે. જેમાં તેઓના હસ્તે મહાપાલિકાના આઈ-વે પ્રોજેકટનું લોકાર્પણ, વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર કોમ્યુનિટી હોલ અને મલ્ટી એકટીવીટી સેન્ટરનું ખાતમુહૂર્ત, વિવિધ હોસ્પિટલોને સહાયના ચેકનું વિતરણ, અક્ષય ઉર્જા વેબસાઈટનું લોન્ચીંગ, હેકાથોન-૨૦૧૭ હેન્ડબુકનું વિમોચન સહિતના કાર્યક્રમો યોજાશે. રાત્રે મુખ્યમંત્રી શહેરમાં વિવિધ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં હોય. તેઓના હસ્તે શહેરની સલામતીના ભાગ‚પે રાજકોટ આઈ-વે પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કૂલ પાસે મહાપાલિકા દ્વારા ૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર કોમ્યુનિટી સેન્ટર અને મલ્ટી એકટીવીટી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જયારે શહેરના ગરીબ વર્ગના દર્દીઓને સહાય‚પ થવા માટે મહાપાલિકા દ્વારા જુદી જુદી હોસ્ટિલોને જે સહાય આપવામાં આવે છે તેના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવશે.જયારે એકશન ફોર સ્માર્ટર એન્ડ સસ્ટેઈનેબલ રાજકોટ અંતર્ગત મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલી અક્ષય ઉર્જા રાજકોટ વેબસાઈટનું લોન્ચીંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે જેમાં શહેરીજનોને એનર્જી કેલ્કયુલેટર, એનર્જી ગાઈડ, એનર્જી બજાર, પ્રકૃતિ, સ્માર્ટ વોલીએન્ટરર્સ અને સ્માર્ટ ઈકો કેમ્પસ જેવી માહિતી મોબાઈલ એપ મારફત મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઈન્ડિયાને સફળ બનાવવા માટે મહાપાલિકા દ્વારા ગત ૨૯ અને ૩૦ જુલાઈના રોજ સ્માર્ટ સિટી રાજકોટ હેકેથોન-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે. જેનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.તમામ કાર્યક્રમોનું ડાયસ્ટ ફંકશન શહેરની હેમુગઢવી હોલ ખાતે યોજાશે. દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વિજયભાઈ રૂપાણી રાત્રે શહેરમાં અલગ અલગ અર્વાચીન તથા પ્રાચીન રાસોત્સવમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.