Abtak Media Google News

ભારતમાં સદીઓથી ભાંગનું સેવન કરવામાં આવે છે. બીજી તરફ દેશના મોટાભાગના ભાગોમાં ગાંજાને ગેરકાયદેસર ગણવામાં આવે છે. ભાંગનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત થંડાઈ છે. ભાંગ સાથે ભેળવવામાં આવેલ થંડાઈ એ ભારતમાં શિવરાત્રિ અને હોળીમાં પ્રિય છે.

મહાદેવ અને ભાંગ એ બંને નો મુખ્યરીતે સંબંધ સમુદ્રમંથન થી    

પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ વાત જયારે દેવતાઓ એ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગના દોરડુ બનાવવામાં આવેલ અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વલોવામાં આવ્યો.

Screenshot 6

સમુદ્રમંથન થી નિકડેલા 14 રત્નો માં કામઘેનુ, ઉચ્ચેશ્વવા ઘોડો, એરાવત હાથી, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, રંભા અપ્સરા, દેવી લક્ષ્મી, વારુણી દેવી, ચંદ્ર, પારિજાત વૃક્ષ, પાંચજન્ય શંખ, ભગવાન ધન્વન્તરી, અમૃત કળશ અને કાલકૂટ વિષ નો સમાવેશ થાય છે.

સૌથી પહેલાં કાલકૂટ નામનું વિષ બહાર આવ્યું. આ વિષને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું. કાલકૂટ વિષનો સંદેશ છે કે જ્યારે પણ મનને મથવામાં આવે તો સૌથી પહેલાં વિષ સમાન ખરાબ વિચાર જ બહાર આવે છે. આ ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઇએ. આ બાદ હળાહળ ની અસર ઓછી કરવા માટે વિષ્ણુ ભગવાન ની સલાહ થી તેમને ભાંગ નું સેવન કર્યું. આ ઉપરાંત બિલ્વ્પત્ર નો પણ આજ કારણોસર ઉપયોગ કરવામાં આવે છે.

Screenshot 3 2

ભાંગને કેનાબીસના પાનનું મિશ્રણ બનાવીને તૈયાર કરવામાં આવે છે અને પછી તેને સૂકવી,પીસી અને પલાળીને પેસ્ટ બનાવવામાં આવે છે જેથી કરીને તેને વિવિધ ખાદ્ય પદાર્થોમાં ઉમેરી શકાય (દા.ત. થંડાઈ, લસ્સી, પકોડા, લાડુ વગેરે ) અથર્વવેદ અનુસાર, કેનાબીસ પાંચ સૌથી પવિત્ર છોડમાંથી એક છે. અથર્વવેદમાં ભાંગનો ઉલ્લેખ એક ફાયદાકારક છોડ તરીકે કરવામાં આવ્યો છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે અને વ્યક્તિ તેના સેવનથી  હળવાશ અનુભવે છે. પરંતુ તેનો ઉપયોગ ચોક્કસ માત્રામાં અને પ્રતિકૂળ સમયે કરવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.