Abtak Media Google News

ગામેગામ શિવમંદિરોમાં લઘુરૂદ્ર, મહાઆરતી, ધ્વજા, પૂજન, દિપમાળા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અબતક,રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મંગળવારે ભગવાન શિવને પ્રિય એવી મહાશિવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ, દ્વારકા, જડેશ્ર્વર સહિતના વિશ્ર્વ વિખ્યાત તીર્થધામો પર ભાવિકોનો મોટો સમૂદાય ઉમટી પડયો હતો. શિવભકતોએ ભોળીયા નાથને રિઝવવા માટે ચાર પ્રહરની પૂજા કરી હતી ગામેગામ શિવમંદિરોમાં લઘુરૂદ્ર, મહાઆરતી, ધ્વજાપૂજન, દિપમાળા સહિતના ધાર્મીક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. મોડીરાત સુધી શિવાલયો ખૂલ્લા રહ્યા હતા બે વર્ષ બાદ કોવિડના તમામ નિયંત્રણો ઉઠતા ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

ધારીના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો  

1A

ધારીની શેત્રુંજી નદીને કાંઠે બીરાજમાન જીવનમુકતેશ્વર મહાદેવ મંદિરે તેમજ આંબલી શેરીમાં આવેલ ખેતનાથ મહાદેવ મંદિરે સવાર થી જ મહાદેવ ના નાદ ગુંજી ઉઠયો હતો અહી મહા યજ્ઞ સહિત ના ધાર્મીક આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર: અરૂણ વેગડા-ધારી)

 ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

અબતક, જસદણ                                               

2Aસૌરાષ્ટ્રના પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઘેલા સોમનાથ ખાતે   ગઇકાલે મહા શિવરાત્રીનાં દિવસે આખો દિવસ જળાભિષેક તથા દુધ અભિષેક થયો હતો. દર્શનાર્થીઓ માટે મંદિર 24 કલાક ખુલ્લુ  રહ્યું હતું. વહેલી સવારે 5 કલાકે  મંગળા આરતી , બપોરના 11 કલાકે મહાપુજા, બપોરના 12 કલાકે મહા આરતી, સાંજે 7-30 કલાકે સંધ્યા આરતી, રાત્રે 9  કલાકે ચાર પહોરની પ્રથમ આરતી, રાત્રે 12  કલાકે ચાર પહોરની બીજી આરતી, રાત્રે 2 કલાકે ચાર પહોરની ત્રીજી આરતી  તા. 2-3 ને બુધવારે  વહેલી સવારે 5 કલાકે ચાર પહોરની ચોથી આરતી કરવામાં આવી હતી. દાતાના સહયોગથી દાદાને ધ્વજા ચડાવવામાં આવી હતી.  દર્શનાર્થી માટે મંદિર ટ્રસ્ટ અને દાતાના સહયોગથી ભાવિકો માટે ફરાળ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અંદાજે આઠ થી નવ હજાર જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી મહા શિવરાત્રીની  ઉજવણી કલેકટર રાજકોટની સુચના મુજબ જસદણ  નાયબ કલેકટર કે. વી. બાટીની દેખરેખ હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમ મનુભાઈ શિલુએ જણાવ્યું હતું.

ગુરુકુલ દ્રોણેશ્ર્વરમાં શિવરાત્રિની ઉજવણી

3A

 

શિવરાત્રી પર્વ નીમીતે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્ર્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજીને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા ઋદ્રાક્ષનો શણગાર કરાયો હતો આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી. (તસવીર:- ચિંતન ગઢીયા- ઉના)

બાબરકોટ ગામે સ્મશાન ગૃહમાં ભગવાન શિવની મૂર્તિની પધરામણી

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

4A

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે  મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ધામધૂમથી ભક્તિ ભાવ સાથે સમસ્ત બાબરકોટ ગ્રામજનો  દ્વારા ભોળાનાથ મંદિર થી સ્મશાન ગૃહ બાબરકોટ ખાતે  ભગવાન શિવની ભોળાનાથ ની મૂર્તિ ની હર હર મહાદેવ ના નાંદ સાથે પધરામણી કરવામાં આવી હતી. મહાદેવની ભક્તિ સાથે સમસ્ત બાબરકોટ ગામ લોકો ભગવાન શિવની ભક્તિ ભાવ થી પૂજા અર્ચના કરી પધરામણી કરવામાં આવી હતી.બાબરકોટ ગામના શિવ શક્તિ ગ્રુપ દ્વારા તથા ગ્રુપના પ્રમુખ બાલુભાઈ ભાણાભાઈ ભાલીયાના વરદ હસ્તે ભગવાન શિવની પુંજા અર્ચના કરવામાં આવી હતી. બાબરકોટ ખાતે સમુદ્ર કિનારે આવેલ સ્મશાન ગૃહ ખાતે ભગવાન શિવની પધરામણી કરવામાં આવી હતી. સમસ્ત ગ્રામજનો ભગવાન શિવની ભક્તિમાં મગ્ન થઈને પૂજા ,અર્ચના કરી મૂર્તિ પધરામણી કરવામાં આવી.

હિંમતનગરના વક્તાપુરમાં મિની પાવાગઢ શિવ મંદિરે ઉજવણી

અબતક, સંજયદિક્ષિત, ઈડર

 

5હિંમતનગર તાલુકા ના વક્તાપુર અને નિલકંઠ મહાદેવ મંદિર મંદિરોમાં મહાશિવરાત્રીની ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી  કોરોના કપરાકાળમાંથી પસાર થયેલા શિવભકતો છેલ્લા બે વર્ષથી ઉત્સાહપુર્વક ધાર્મીક કાર્યક્રમો ઉજવી શકતા ન હતા જે કોરોનામાંથી મુકિત મળતા હવે શિવભકતો મહાશિવરાત્રીનુ પર્વ પુરી શ્રધ્ધા અને ઉત્સાહથી ઉજવવા અધિરા બન્યા છે. જેથી મહાશિવરાત્રી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર માં આજે બમ બમ ભોલેના અને ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું જયારે મોટી સંખ્યામાં શિવભકતો ધર્મ  લાભ લીધો હતો

અમરેલી જિલ્લાના પૌરાણિક મહાદેવ મંદિરોની દર્શન યાત્રા

અબતક ભરત ગોંડલીયા, અમરેલી

Img 20220301 Wa0109અમરેલી જિલ્લામાં ભગવાન શિવના વિવિધ પૌરાણિક શિવાલયો આવ્યા છે. દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભોળાનાથના દર્શન કરીને કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ, ઇફ્કો ચેરમેન  દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ધન્યતા અનુભવી હતી. ચલાલા ખાતે બ્રહ્મકુમારી સંસ્થા આયોજિત મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા માં હાજરી આપી હતી. અમરેલીના ચિતલ રોડ ખાતે દક્ષેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. નાના માચિયાળાના પવિત્ર  ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન અને ધ્વજારોહણ કર્યું હતું. ચિતલના પૌરાણિક શિવાલય  ધારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. બાબરાના ગરણી ગામ ખાતે આવેલ પૌરાણિક સ્વયંભૂ ગરણેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલીના નાગનાથ દેવતાના મંદિર ખાતે યજ્ઞ અને શોભાયાત્રામાં પણ આગેવાનો સહભાગી બન્યા હતા અને દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.

દિવ્ય અવધેશ્ર્વર મહાદેવ મંદિરે શિવ ભકતો ઉમટયા

અબતક, સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર

1646191433996દિવ્ય અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે મહા આરતીનું આયોજન કરેલ આ ઉત્સવમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગર પાલિકા નાવોર્ડ 6 અને 7 ના શિવભક્તો અંદાજિત 3500 લીલાગર મહાપ્રસાદ લીધો સવારના પાંચથી બપોરના 13 30  અવધેશ્વર મહાદેવ મહાદેવજીના દિવ્ય દર્શનનો લાભ લીધેલ આ કાર્યક્રમ સફળ બનાવવા માં અવધેશ  મહાદેવ ના ટ્રસ્ટી ગણ  નિરૂપા પરમાર પ્રમુખ શ્રી વનરાજ સિંહ રાણા મંત્રી તેમજ ખજાનચી  પ્રભુભાઈ પટેલ તેમજ શાંતિભાઈ પટેલ જયંતિલાલ પટેલ ભરતભાઈ વાળા તેમજ મંદિરને યુવા ટીમ આ કાર્યક્રમને સફળ બનાવેલ છે.

દામનગરમાં શરબત સેવાનો પ્રારંભ

અબતક, નટવરલાલ ભાતીયા, દામનગર

Fb Img 1646154673646દામનગરના ધુફણીયા રોડ પર આવેલ શ્રીખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિતે માતાજીનો થાળ સમૂહ ભોજન તેમજ આજથી ઉનાળાની ગિષ્મમાં મા વટેમાર્ગુ જનતા માટે હેત વરસાવતી શરબત સેવા શરૂ કરતાં ખોડિયારમાતાજી મંદિર ના મહંત  પ્રિતમદાસ બાપુ અને  ભક્તિગીરી માતાજી દ્વારા દરરોજ બપોર ના 2-00 થી 5-00 કલાક સુધી ઠંડુ શરબત સૌને પાવામા આવે છે જેનો આજે શુભારંભ પ્રસંગે વિદ્વાન ભગવતાચાર્ય ભક્તિગીરીમાતાજીના વરદહસ્તે કરાયો હતો.

રાજુલામાં શિવજીની શોભાયાત્રા નીકળી શિવભકતો મોટી સંખ્યામાં ઉમયા

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

Untitled 1 19રાજુલા શહેરમાં  શિવજીની શોભાયાત્રા નીકળી હતી જે મુખ્ય મુખ્ય માર્ગો પર ફરી હતી વિવિધ સ્થળોએ શિવજીના કલાત્મક આધુનિક શિવ પાર્વતીના ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્વક શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહેલ છે. ધારનાથ મહાદેવ, કુંભનાથ સુખનાથ મહાદેવ , તેમજ ભેરાઇના ગોકુલેશ્વર મહાદેવ મંદિરેસહિતના શિવાલયોમાં ચારે પહોરની આરતી પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દામનગરના વિવિધ શિવાલયોમાં કરાઈ શિવરાત્રિ પર્વની ઉજવણી

અબતક નટવરલાલ ભાતીયા, દામનગર

Img20220301175018 01દામનગર શહેર ના વિવિધ શિવાલયો માં દર્શનીય શણગાર સુશોભન થી દિપી ઉઠ્યા  કુંભનાથ મહાદેવ   વેજનાથ મહાદેવ મુખ્ય બજાર માં બિરાજતા નદીકેશ્વર મહાદેવ મંદિર સહિત ના શિવાલયો માં ધર્મોઉલ્લાસ સાથે શિવરાત્રી ની ઉજવણી શહેર ની દક્ષિણે ઋષિ અગસ્ત તપ થી સ્વયંભ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં શિવરાત્રી ના પાવન પર્વે એ મહાયજ્ઞ યોજાયોસાત કુંડી યજ્ઞ નારાયણ ના દર્શન કરતા ભાવિકો વિદ્વાન શાસ્ત્રી ના મંત્રોચ્ચાર ની ધ્વનિ થી શિવાલય ગુંજી ઉઠ્યા હરહર મહાદેવ ના નાદ સાથે ભાવિકો પુરા શ્રધ્ધાભાવ પૂજા અર્ચન કરતા જોવા મળ્યા હતા કુદરતી પ્રકૃતિ ના ખોળે અપાર એશ્વર્ય વચ્ચે સ્વયંભૂ પ્રગટ  કુંભનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી ના પાવન પર્વ ની ભવ્ય અને દિવ્ય ઉજવણી ભાંગ અને ફરાળ મહાપ્રસાદ મહાઆરતી ના દિવ્ય દર્શન માટે ભાવિકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો  કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય નું વંદનીય આયોજન મંદિર પરિસર માં મેળા જેવો માહોલ સર્જાયો હતો શહેર માં વેજનાથ મહાદેવ મંદિર ને સુંદર પુષ્પો અને રોશની ના ઝળહળાટ થી સુશોભિત કરાયું હતું મુખ્ય બજાર પ્રમુખ કોમ્પ્લેક્ષ માં નદીકેશ્વર મહાદેવ ના દર્શન કરતા ભાવિકો બિલપત્ર દૂધ દ્રવ્ય થી ઠેર ઠેર શિવાલયો માં શ્રધ્ધાળુ દ્વારા અભિષેક કર્યા હતા.

જામનગરમાં સી.આર.પાટીલ અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે  મહાદેવની પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

અબતક,જામનગર

જામનગરમાં આજે મહાશિવરાત્રિના પર્વ પર સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શિવ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રદે

20220301171101 1646139759 Scaled

શ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, સાંસદ પૂનમ માડમ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી શરૂ થયેલી શોભાયાત્રા મોડી રાત્રિ સુધી શહેરના રાજમાર્ગો પર ફરશે અને બાદમાં ભીડભજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે.જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અનેન મહાદેવ હર મિત્રમંડળના નેજા હેઠળ 41મી શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બપોરે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ સમયે ભાજપના નેતાઓ મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા ,મહામંત્રી મેરામણભાઈ ભાટુ ઉપરાંત કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા ,કોર્પોરેટર ધવલ નંદા નેતાઓ પણ જોડાયા હતા.
સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રામાં વિવિધ મંડળો સામેલ થયા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર સરબત અને પ્રસાદની વ્યવ્સથા જોવા મળી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી રાત્રે ભીડભજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે. યાત્રા જેમ જેમ આગળ વધતી જાય છે તેમાં અલગ અલગ વિસ્તારમાં લોકો મહાદેવના દર્શનનો લાભ લેતા હોય છે.

ધ્રાંગધ્રાના ઓમ શાંતિ ઈશ્ર્વરીય  વિશ્ર્વ વિધાલય દ્રારા મહાદેવના દર્શન

Img 20220302 Wa0023શિવરાત્રિના પવાન દિવસે પ્રજાપિતા બર્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ધ્રાંગધ્રા  દ્રારા એકજ્યુંબ્યુશન રાખવામાં આવ્યું હતું  ભગવાંન ભોળાનાથ ના જીવન અને પુથ્વી ઉપર ના મનુષ ને આપવામાં આવતા શદેસ તેમજ અલગ અલગ પ્રકાર ના વેશભૂશા કરી ને મહાદેવ યાદ કરવામાં આવ્યા હતા રોકડીયા હનુમાનજી સામે કાર્યકમ્ કરવામાં આવ્યો હતો સાથે સાંજે રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો ને શિવ એજ શક્તિ છે જેની આરધાન કરવા થઇ બધાય દુ:ખો દૂર થાય છે જીવન માં શિવ નો એજ આરાધના અને શક્તિ નું પ્રતીક કેવાય છે ત્યારે બર્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ધ્રાંગધ્રા દ્રારા શિવરાત્રી ના પાવન દિવસે આયોજન કરવામાં આવ્યું હતુંમોટી સંખ્યામાં લોકો શિવ મહાદેવ ના દર્શન કરવા ઉમટ્યા હતા સાથે આજના દિવસે શિવ મંદિરો શિવ ના નાથ થી ગુંજી ઉઠયા હતા ચરમારીયાદેવ ફુલેશ્વર મહાદેવ સોમનાથ મકેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવ તેમજ અનેક શિવ મંદિરો માં આજે મહા આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ માં ભગવાન ભોળાનાથ ની ભાગ પણ અર્પણ કરવામાં આવી હતી.

ધોરાજીમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

Untitled 1 20ધોરાજી ખાતે મહાશિવરાત્રિનાં પાવન પર્વ નિમિતે જુનાગઢ રોડ પાસે આવેલ રૂષિવાડી ખાતે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રામાં ભગવાન શિવજીનો ફ્લોટ બનાવેલ હતો તે આર્કષણ કેન્દ્ર હતો. આ શોભાયાત્રા જુનાગઢ રોડ ખાતેથી જુદા-જુદા વિસ્તારમાં ફરેલ હતી અને શિવભક્તોએ ભવ્ય સ્વાગત કરેલ હતું. સમગ્ર શિવભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન રૂષીવાડી યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.