Abtak Media Google News

ગુજરાતની અસ્મિતા સમાન જગતજનની મા જગદંબાની શક્તિ આરાધનાની નવરાત્રિનો પ્રારંભ થશે. આસો માસના નવરાત્રિ ઉત્સવની નવલી રઢિયાળી રાતમાં રાજ્યભરનું યુવાધન રાસ-ગરબાના હિલોળે ચઢશે, ત્યારે ઘરે ઘરે માં જગદંબાની સ્થાપના કરવામાં આવી હોય છે, અને ખાસ કરીને મહિલાઓ વિચારતી હોય છે કે માં ને પ્રસાદ શું ધરવો ? ત્યારે અમે આપ માટે વિશેષ પ્રસાદ લઈને આવ્યા છે, આ પ્રસાદ આપ ઘરે જ ટૂક સમયમાં બનાવી ને માં નવદુર્ગાને ધરી શકો છો.

1 કેસર પેંડા
Sweetbig7સામગ્રી :
૪૦૦ ગ્રામ બરફીવાળો માવો
અડધી નાની ચમચી કેસરના દૂધ સાથે બનેલી પેસ્ટ
૧૦૦ ગ્રામ ખાંડ
અડધી નાની ચમચી ઈલાયચી પાવડર
એક મોટી ચમચી પિસ્તા પાવડર

રીત : માવાને સારી રીતે હાથ વડે મસળી લો અને કોરી કઢાઈમાં ધીમી આંચ પર સાત-આઠ મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ માવો ઠંડો થાય ત્યારે તેમાં કેસરની પેસ્ટ, ખાંડ અને ઈલાયચી પાવડર મિક્સ કરી લો. પેંડાને કોઇપણ નવો |
આકાર આપી દો. આકાર આપ્યા પછી તેને પિસ્તાના પાવડરમાં લપેટી લો. તૈયાર છે કેસર પેંડા.

  1. ડ્રાયફ્રુટ બરફી

Better Bites Fruits Sugar Free Dates Barfi (Khajur Dryfruit Chikki ) (1 Kg)

સામગ્રી :
૧ કપ માવો, ૧ કપ ખાંડ
૧/૨ કપ પનીર
૨ ચમચી મિલ્ક પાઉડર
૧ ચમચી પિસ્તાનો ભૂકો
૧ ચમચી ચારોળીનો ભૂકો
૧/૨ ચમચી એલચીનો ભૂકો
ઘી, એલચીના દાણા

 

રીત : દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું. બરાબર ફાટી જાય એટલે કપડામાં બાંધી રાખવું. પછી ઉપર વજન મૂકી, બધું જ પાણી કાઢી નાંખવું. આવી રીતે પનીર બનાવી, વાટી નાંખવું. હવે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં થોડા એલચીના દાણા નાંખી, તેમાં માવો, પનીર અને ખાંડ બધું ભેગું કરી નાંખવું. ખાંડ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ઉતારી તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તાં-ચારોળીનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઠરે એટલે કટકા કાપવા.

  1. ખજૂરના લાડુ

Khajur 0

સામગ્રી :
૧ કપ ખજૂર
૧ કપ છીણેલુ નાળિયેર
૨ મોટા ચમચી કાજુ
૨ મોટી ચમચી બદામ
૨ મોટી ચમચી કિશમિસ
૧/૪ ચમચી ઈલાયચી પાવડર
૧ મોટી ચમચી ખસખસ
૧ મોટી ચમચી ઘી

રીત :ખજૂરના બીજ નીકાળી તેને દાણાદાર ક્રશ કરી લો. કાજૂ અને બદામ પણ દાણાદાર ક્રશ કરો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર નાખી ૪ થી ૫ મિનિટ સુધી ધીમી આંચ પર શેકો. ત્યારબાદ કાજૂ અને બદામ મિક્સ કરી તેને શેકો. ક્રશ કરેલ નારિયેળ, ખસખસ, ઈલાયચી પાવડર, કિશમિસ મિક્સ કરી ગેસ બંધ કરી દો. ત્યારબાદ થોડુ ઠંડું થયા પછી ૧૨-૧૫ બરાબર ભાગમાં વહેચી લાડુ બનાવી લો. ઠંડુ થયા પછી તેને ડબ્બામાં ભરીને રાખો.

 

  1. પંચામૃત

Panchamrut

2 કપ તાજુ દૂધ
5 ચમચી ખાંડ
2 ચમચી મધ
2 કપ દહીં
તુલસીના પત્તા

પંચામૃત બનાવવા માટે સૌ પ્રથમ દૂધ અને દહીં મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે ઘી અને મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે પંચામૃત .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.