Abtak Media Google News

2016માં વેળાવદર પાસે કાર-લકઝરી વચ્ચે અકસ્માતમાં ચારના મોત નીપજ્યા ’તા

ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે 2016 મા સજાઁયેલા અકસ્માત મા મૃત્યુ પામેલા કલાસ 2 ના અધિકારી ના પરીવાર ને રૂા. 1.20 કરોડ નુ વળતર ચુકવવા અદાલતે આદેસ કયોઁ છે.

ગુજરનાર પંકજસિંહ કિશોરસિંહ જાડેજા પોતાની માલીકીની પ્રાઈવેટ કારમાં જાતે ડ્રાઈવીંગ કરીને અમદાવાદ મુકામે થી ભાવનગર મુકામે પોતાના સગા વ્હાલાને ત્યાં લગ્નપ્રસંગમાં જઈ રહેલ હતા.તે દરમ્યાન ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રાજધાની ટ્રાવેલ્સની પ્રાઈવેટ લકઝરી બસ ના ડ્રાઈવરે મોટર કાર સાથે એકસીડન્ટ કરેલ હતું.

જેમા અમદાવાદ ખાતે વગઁ -2 ના અધિકારી પંકજસિંહ કિશોરસિંહ જાડેજા નુ મૃત્યુ પમયા હતુ ગુજરનારનો કલેઈમ કેસ ટ્રીબ્યુનલ કોર્ટ રાજકોટમાં તેમના વારસો એ વળત2નો દાવો દાખલ કરેલ હતો. જે કલેઈમ કેસ કોર્ટ ચાલી જતા તેના વારસદારોને ડી.કે. દવે  રૂા. 1.20 કરોડ જંગી વળતર લકઝરી બસના ટ્રાવેલ્સ પ્રાઈવેટ વિમા કશું ન્યુ ઈન્ડીયા ઈન્સ્ય.કાં.લી. રાજકોટ સામે વળતર ચુકવવા હુકમ જોઈન્ટલી અને સેવરલી હુકમ કરેલ છે. આ કલેઈમ કેસમાં ગુજરનારના વારસોને સરકારી કર્મચારી પંકજસિંહ જાડેજા પ્રોવીડન્ડ ફંડ ગ્રેચ્યુટી તથા અન્ય લાભો વિગેરે પણ અલગ રકમ પણ મળેલ છે.

આ કલેઈમ કેસમાં અરજદારોના વકીલએ   હાઇ કોર્ટ   સુપ્રિમ કોર્ટ દિલ્હીના છેલ્લામાં છેલ્લા ચુકાદાઓ રજુ કરેલા હતા. જે નામદાર રાજકોટ અમે.એ. સી.ટી. કોર્ટે માન્ય રાખેલ હતી. આ કલેઈમ કેસમાં  એડવોકેટ એ.પી.મોદન  એન.એ.મોદન  ,કેતનસિંહ ઝાલા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.