Abtak Media Google News

ડેવિડ વોર્નરના 42, પોવેલના અણનમ 33 રન તેમજ ધારદાર બોલિંગે દિલ્હીને જીત અપાવી

કુલદીપ યાદવ અને મુસ્તાફિઝુરની ઘાતક બોલિંગ બાદ ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરૂવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચાર વિકેટે વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-2022માં ગુરૂવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી અને કોલકાતાની ટીમ આમને સામને થઈ હતી. દિલ્હીએ ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

કોલકાતાની બેટિંગ નિરાશાજનક રહી હતી પંરતુ નિતિશ રાણાના 57 અને સુકાની શ્રેયસ ઐય્યરના 42 રનની મદદથી ટીમે નિર્ધારીત 20 ઓવરમાં નવ વિકેટે 146 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં દિલ્હીએ વોર્નરની 42 અને પોવેલની અણનમ 33 રનની ઈનિંગ્સની મદદથી 19 ઓવરમાં છ વિકેટે 150 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આઠ મેચમાં દિલ્હીનો આ ચોથો વિજય છે જ્યારે કોલકાતાનો સળંગ પાંચમો પરાજય હતો. કોલકાતા નવ મેચમાંથી છ મેચ હારી ચૂક્યું છે.

જોકે, તેના સાથી ઓપનર ડેવિડ વોર્નરે બાજી સંભાળી હતી. જેમાં તેને મિચેલ માર્શનો થોડો સહકાર મળ્યો હતો. માર્શે 13 રન નોંધાવ્યા હતા. જ્યારે વોર્નરે 26 બોલમાં 42 રનનો તોફાની ઈનિંગ્સ રમી હતી. જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા. ડેવિડ વોર્નર આઉટ થયા બાદ લલિત યાદવ, રોવમેન પોવેલ અને અક્ષર પટેલની મહત્વની ઈનિંગ્સની મદદથી દિલ્હીએ વિજય નોંધાવ્યો હતો. લલિત યાદવે 29 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું.

અક્ષર પટેલે 17 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે 24 રન નોંધાવ્યા હતા. જ્યારે પોવેલે 16 બોલમાં અણનમ 33 રન ફટકારીને ટીમને જીતાડી હતી. તેણે એક ચોગ્ગો અને ત્રણ સિક્સર ફટકારી હતી. શાર્દુલ ઠાકુર આઠ રને નોટઆઉટ રહ્યો હતો. કોલકાતા માટે ઉમેશ યાદવે ત્રણ તથા હર્ષિત રાણા અને સુનીલ નરૈને એક-એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.