Abtak Media Google News

સુરત ખાતે ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે ત્યારે ગ્રીષ્માના ઘરે ખુશીનો માહોલ છે અને ગ્રીષ્માની યાદમાં પરિવારે રામધૂનનું આયોજન કર્યુ છે. મોટી સંખ્યમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતાઓ સહિત ગૃહ રાજ્યમંત્રીએ પરિવાર  સાથે મુલાકાત  કરી છે. ગૃહમંત્રી સાથે રેન્જ IG સહિતના ઉચ્ચપોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા સહિત મોટી સંખ્યામાં સ્વજનો અને આસપાસના લોકો પણ ધૂનમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ગ્રીષ્માની હત્યાના માત્ર 81 દીવસ માજ ગ્રીષ્માના પરિવારને  ન્યાય આપી દેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી  ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા છે.ગ્રીષ્માનો પરિવાર  હર્ષ સંઘવીને જોતા જ ડૂસકે ને ડૂસકે રડી પડ્યો હતો. આ સમયે હર્ષ સંઘવી  પણ થોડી ક્ષણો માટે ભાવુક થઈ ગયા હતા.અને હર્ષ સંઘવીનો  ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી આભાર માન્યો હતો. હર્ષ સંઘવીએ પરિવારને દિલાસો આપ્યો હતો.

Screenshot 78

. હર્ષ સંઘવી  ગુજરાતમાં નવો ઈતિહાસ રચાયો છે. ગ્રીષમા સાથે જે ઘટના ઘટી તેનું દુ:ખ છે પણ તે હટયરને સજા અપાવવા માટે પોલીસે દિવસ રાત એક કર્યા છે. 5 દિવસમાં 2500 પાનાની ચાર્જસીટ દાખલ કરી હતી. વકીલોએ કઈ કાચું ન કાપતા તેમણે પણ આ કેસમાં ખૂબ જ મહેનત કરી ન્યાય અપાવવામાં મદદ કરી છે . હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળ્યા અને જણાવ્યુ હતું હત્યા કેસમાં પરિવારને સૌથી ઝડપી ન્યાય મળ્યો છે. કોર્ટના આ ચુકાદાથી આવી માનસિકતા ધરાવતા આરોપીઓ ફફડશે, તેમનામાં ભય બેસી જશે.અને હર્ષ સંઘવી વધુમાં જણાવ્યુ કે આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.