Abtak Media Google News

82 ગામોનું સ્થળાંતર શરૂ: વાવાઝોડાની ભયાનક અસર શરૂ, પોરબંદરના પૂંછડી ગામે દરિયાનો પાળો તુટતા ગામમાં પાણી ઘુસવાનો ભય

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ’બિપોરજોય’ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને દ્વારકા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓ આજે દ્વારકા પહોંચ્યા હતા અને જગતમંદિર ખાતે દર્શન કરી ભક્તોને 16મી જૂન બાદ જ દ્વારકાનો પ્રવાસ કરવા વિનંતી કરી હતી.

બિપોરજોય’ વાવાઝોડું દ્વારકાથી જખૌ બંદર આસપાસ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના લીધે રાજ્ય સરકાર દ્વારા 12 મંત્રીઓને સૌરાષ્ટ્ર અને કચ્છની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. જેથી હર્ષ સંઘવી આજે દ્વારકા પહોંચ્યા હતાં અને જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.

દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી છે. સંપૂર્ણ જિલ્લા વહિવટી તંત્રની ટીમ જોડે અને ચૂંટાયેલા પ્રિતિનિધિઓ, ભાજપની ટીમ અને સેવાભાવી સંસ્થાઓની ટીમ સાથે ગઇકાલે મોડી રાત સુધી બેઠકો ચાલી. સૌ જાણીએ કે આગામી બે દિવસમાં ધીમે ધીમે પવનનું જોર દ્વારકામાં વધવાનું છે. જેથી મારી સૌને વિનંતી છે કે જે લોકોએ દ્વારકાનો પ્રવાસ નક્કી કર્યો છે તેઓ 16મી તારીખ સુધી પ્રવાસ મુલતવી રાખીને ત્યાર બાદ તમારો પ્રવાસ નક્કી કરજો. 16મી સુધી દ્વારાકમાં સંભવિત વાવાઝોડાનું જોખમ છે. 13, 14, 15 અને 16 તારીખ દરમિયાન અહીં ભારે પવન ફૂંકાઇ શકે છે. જેથી સૌ ભાવિભક્તોને વિનંતી છે કે તંત્રને સહયોગ આપજો.

તેમણે ઉમેર્યું કે હાલ દરિયા કિનારાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ 38 ગામડાઓ અને દરિયા કિનારાથી 10 કિલોમીટરના અંતરે આવેલા 44 ગામડાઓમાં રુબરુ જઇ રાત સુધીમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી કરવામાં આવશે.

82 ગામોનું સ્થળાંતર શરૂ: વાવાઝોડાની ભયાનક અસર શરૂ, પોરબંદરના પૂંછડી ગામે દરિયાનો પાળો તુટતા ગામમાં પાણી ઘુસવાનો ભય દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોપવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી દ્વારકા પહોંચ્યા હતા. જ્યા તેઓએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન સુધી દ્વારકા ન આવવા અપીલ કરી હતી.

તેમજ તેઓએ જણાવ્યું કે, હાલ દરિયા કિનારાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા 38 ગામડાઓ અને દરિયા કિનારાથી 10 કિલોમીટરના અંતરે આવેલા 44 ગામડાઓમાં રુબરુ જઇ રાત સુધીમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વાવાઝોડા અનુસંધાને રાઘવજીભાઇ પટેલની પીજીવીસીએલના અધિકારીઓ  સાથે બેઠક

રાજ્યના કૃષિ અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડાને અનુસંધાને જિલ્લાના પ્રભારી સચિવ  રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર  પ્રભવ જોશી, પી.જી.વી.સી.એલના અધિકારીઓ સાથે બેઠક યોજીને સંભવત: વાવાઝોડાની પરિસ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.