Abtak Media Google News

ગુજરાત અને ગુઆહાટીની હાઇકોર્ટના બે સિનિયર જસ્ટીસની કોલેજીયન દ્વારા કરવામાં આવેલી ભલામણે ગ્રાહ્ય રાખી રાષ્ટ્રપતિએ સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે નિમણુંક આપવામાં આવી

ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિ જસ્ટિસ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક કરવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં કોલેજિયમમેં સુપ્રીમ કોર્ટમાં બે જજોની નિમણૂંક અંગે ભલામણ કરી છે, જેમાનું એક નામ ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિ જસ્ટિસ જે.બી.પારડીવાલાને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ તરીકે નિમણુંક થઇ છે. સર્વોચ્ચ અદાલતમાં હાલમાં 34 ની મંજૂર સંખ્યા સાથે બે જગ્યાઓ ખાલી છે. જોકે, કેટલાક ન્યાયાધીશો ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે.

ગુરુવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળના કોલેજિયમે બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બઢતીની ભલામણ કરી હોવાથી સુપ્રીમ કોર્ટને વધુ બે ન્યાયાધીશો મળવાની તૈયારી છે.ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જમશેદ બુર્જોર પારડીવાલા (ઉંઇ ઙફમિશૂફહફ)ને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરાયા છે.

સર્વોચ્ચ અદાલતમાં હાલમાં 34 ની મંજૂર સંખ્યા સાથે બે જગ્યાઓ ખાલી છે. જોકે, કેટલાક ન્યાયાધીશો ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જમશેદ બુર્જોર પારડીવાલાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક કરવામાં આવી છે.  ગુજરાત અને ગુઆહાટીની હાઇકોર્ટના બે સિનિયર જસ્ટીસની કોલેજીયન દ્વારા કરવામાં આવેલી ભલામણે ગ્રાહ્ય રાખી રાષ્ટ્રપતિએ સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે નિમણુંક આપવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.