Abtak Media Google News

વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીની આગેવાનીમાં મ્યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાર ઉપરના સફાઈ કામદારોના પી.એફ. ભાર્યા વીના અને ટેન્ડરની શરતોનો છડેચોક ભંગ કર્યા બદલ સફાઈ કામના કોન્ટ્રાક્ટ રાખતી સ્પાયર કંપનીને ટર્મિનેટ કરવાની માંગ કોંગ્રેસ દ્રારા કરવામાં આવી છે.

આ ઉપરાંત  આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગેની ખાનગી કંપની ઓમ એન્જિનિયટીંગ એજન્સી દ્વારા કામગીરી કરતી કંપનીઓને પગાર ચુકવવામાં આવતો નથી શહેરમાં 5-6 જગ્યાએ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એક મહિનામાં આશરે 6-7 દિવસ માં નેટ પ્રોબ્લેમ અને ટેકનીકલ ઈશ્યુ હોવાના કારણે કામગીરી થતી ન હોવાથી અરજદારો ઘણા

હેરાનપરેશાન થઇ રહ્યા છે તેમજ આ કામગીરી કરનાર કર્મીઓને ચાર-ચાર માસ સુધી પુરતો પગાર આપવામાં આવતો નથી જેથી કર્મચારીઓની હાલત કફોડી બની છે.

બંને  કંપનીઓ દ્વારા માણસોનું શોષણ કરવા બદલ તેઓની સામે પગલા લેવા અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ટર્મિનેટ કરી બ્લેક લીસ્ટ કરવા માંગ વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી,કોંગી અગ્રણી કલ્પેશ કુંડલીયા,કૃષ્ણદત્ત  રાવલ,સંજય લાખાણી અને જીજ્ઞેશ વાગડિયા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.