Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCDC દ્વારા તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્કની તૈયારીઓ માટે
  • તજજ્ઞો દિનેશભાઈ કણક અને ધવલભાઈ મારુ મારફત જનરલ સ્ટડીઝની તાલીમ ત્રણ મહિનામાં 700 વિદ્યાર્થીઓને તાલીમ આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેરીયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (CCDC.) દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમશાળાઓ અને રેગ્યુલર કોચીંગ મારફત સફળતા પૂર્વક કરાવવામાં આવે છે. અનેક પરીક્ષાઓમાં CCDC ના છાત્રો એ રેકોર્ડબ્રેક પરિણામો થકી CCDC. ની કોચીંગ પધ્ધતિ શ્રેષ્ઠ છે એ પ્રસ્થાપિત કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCDC દ્વારા તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્કની તૈયારીઓ માટેના તાલીમ વર્ગનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને યોજાએલ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના વરદહસ્તે તાલીમ વર્ગનું ઉદઘાટન દીપપ્રાગટય કરી કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં CCDC ના કોઓર્ડીનેટરશ્રી ડો. નીકેશભાઈ શાહ એ છાત્રોને આ કાર્યશાળામાં પરીક્ષાની તાલીમ અને CCDC. ની કાર્યપદ્ધતિ વિશેની માહિતી આપી હતી.

CCDC દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી ે ઉપસ્થિત છાત્રોને માર્ગદર્શીત કરતા જણાવ્યું હતું કે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તાલીમ આપતું સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીનું CCDC સેન્ટર એ ગુજરાત રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સૌપ્રથમ પ્રસ્થાપિત થયેલું સેન્ટર છે. આ તાલીમ વર્ગના ઉદઘાટન કાર્યક્રમમાં કુલસચિવશ્રી ડો. જી.કે. જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.