Abtak Media Google News
  • આજે જે પણ કરી રહ્યો એ તમારી પાસેથી શીખ્યો, તમારી વચ્ચે જીવીને વિકાસ-ગરીબી શું હોય એનો અનુભવ કર્યો: વડાપ્રધાન
  • કાર્યક્રમમાં લાભાર્થી બહેનોએ પીએમ નરેન્દ્ર મોદી માટે સાત ફૂટની રાખડી બનાવી: દૂધધારા
  • ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે યોજાનારા ઉત્કર્ષ સમારોહમાં લોકોને લાભોનું વિતરણ કરાયું

ભરૂચ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી હતી. જેમાં પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ સવાંદ કર્યો હતો. જ્યારે કાર્યક્રમમાં લાભાર્થી બહેનોએ પીએમ નરેન્દ્ર મોદી માટે સાત ફૂટની રાખડી બનાવી હતી. તો દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે યોજાનારા ઉત્કર્ષ સમારોહમાં લોકોને લાભોનું વિતરણ કરાયું હતું.

Advertisement

Img 20220512 Wa0022

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહ અંત્યોદય થકી સર્વોદય કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ બાળકો સુપોષિત રહે તે માટે હાંકલ કરી હતી જે અંતર્ગત  આ કાર્યક્રમમાં ભરૂચ દૂધ ધારા ડેરી દ્વારા આશરે પાંચ હજારથી વધુ કુપોષિત બાળકોને  દૂધ,ચણા,મગ જેવા પૌષ્ટીક આહારની કિટ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને નાયક દંડક અને ઘારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ,મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનિષાબેન વકિલ,માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશભાઇ મોદીએ પ્રાંસગીક ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીનું ભારત માતાની જય અને વંદે માતરમના નારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત દરેકને વંદન કરી અભિવાદન સ્વીકાર્યુ.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું શાબ્દીક સ્વાગત રાજયનામંત્રી પ્રદિપભાઇ પરમારે કર્યુ હતું.

Img 20220512 Wa0023

પ્રદેશની વિધવા બહેનો દ્વારા તેમને અર્પણ કરવામાં આવેલી રાખડીના રૂપમાં તેમને શક્તિ આપવા બદલ તેમણે મહિલાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તેમની ઈચ્છાઓ તેના માટે ઢાલ જેવી છે અને તેને વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેકના પ્રયત્નો અને વિશ્વાસને કારણે તેઓ લાલ કિલ્લાની પ્રાચી પરથી સંતૃપ્તિના ઉદ્દેશ્યની જાહેરાત કરી શક્યા. તેમણે કહ્યું હતું કે આ સામાજિક સુરક્ષાનો વિશાળ કાર્યક્રમ છે. તેમણે આ અભિયાનનો સારાંશ ગરીબો માટે ગૌરવ (ગરીબ કો ગરિમા) તરીકે આપ્યો હતો.

એક દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમની પુત્રીઓના શિક્ષણ વિશે પૂછપરછ કરી હતી. પિતાની સમસ્યાને લઈને દીકરી ભાવુક થઈ ગઈ જેને જોઇ પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. દેખીતી રીતે પ્રેરિત પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે તેમની સંવેદનશીલતા તેમની તાકાત છે. પ્રધાનમંત્રીએ એ પણ પૂછ્યું કે તેમણે અને તેમના પરિવારે ઈદ કેવી રીતે ઉજવી. તેમણે રસી અપાવવા અને તેમની પુત્રીઓની આકાંક્ષાઓને પોષવા બદલ લાભાર્થીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ એક મહિલા લાભાર્થી સાથે વાતચીત કરી હતી અને તેમના જીવન વિશે પૂછ્યું અને સન્માનપૂર્વક જીવન જીવવાના તેમના નિશ્ચયની પ્રશંસા કરી હતી. એક યુવાન વિધવાએ પ્રધાનમંત્રીને તેમના બાળકોને સારું જીવન આપવાની તેમની સફર વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે તેમણે નાની બચત કરવી જોઈએ અને અધિકારીઓને તેમની નિર્ધારિત મુસાફરીમાં ટેકો આપવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.