Abtak Media Google News

તંત્ર દ્વારા 45 લાખનું વિજચોરીનું પુરવણી બીલ ફટકારાયું

પીજીવીસીએલ શહેર વિભાગ-1, રાજકોટ હેઠળના આજી ઇન્ડસ્ટ્રીયલ સબ ડિવીઝનના આરતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મરીન રોડ ઉપર આવેલ ઇમીટેશનના કારખાનામાં કે જે સખીયા જયેન્દ્રભાઇ અરજણભાઇ તથા ધીરજલાલ અરજણભાઇ સખીયાના કારખાનામાં આવેલ વીજ જોડાણ ચેક કરતા કુલ 26.96 કે.ડબલ્યૂ. અને 18.14 કે.ડબલ્યૂ. લોડ જોડતો હતો.

વીજ સહિત અધિકારીઓ દ્વારા વીજ જોડાણનું ચેકીંગ થતા બંને વીજ જોડાણોમાં મેઇન સર્વિસ વાયરમાંથી ટેપીંગ કરી સીધો જ લોડ સાઇડ જોડી મીટર બાયપાસ કરી વીજચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયેલ. આમ વીજ વપરાશ હોવા છતાં મીટરમાં વીજ વપરાશ નોંધાય નહી તેવી રીતે ગેરરીતી પકડાયેલ. બંને ગ્રાહકોને અંદાજે રૂ.27 લાખ અને રૂ.18 લાખ એમ કુલ રૂ. 45 લાખનું વીજ ચોરીનું પૂરવણી બીલ આપવામાં આવેલ છે.

ઉપરોક્ત બંને વીજ જોડાણો તા.12/5ના રાતના આશરે 12 વાગ્યે નાયબ ઇજનેર વી.એન.કગથરા તથા વી.જે.આર. મારડીયા અને સ્ટાફ મારફત ચકાસણી કરવામાં આવેલ હતી. વીજ કંપની દ્વારા રાત્રિના સમયે ઇન્સ્ટોગેશન ચેકીંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ભય પ્રસરી ગયેલ છે અને સાચા ગ્રાહકોમાં આનંદ વ્યાપી ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.