Abtak Media Google News

શહેરના ટ્રાફીકથી ભરપૂર એવા વિસ્તાર વિરાણી ચોક પાસે આજરોજ ભરબપોરે એક સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા સવાર વંદનાબેન કામદારને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી પ્રાપ્ત વિગત મુજબ વિરાણી ચોકમાં આજરોજ ભરબપોરે જીજે-03-બીટી-0110 નંબરની 56 નંબરની સિટી બસ વિરાણી ચોક પાસેથી પસાર થતી હતી.

તે દરમ્યાન જીજે-23-ડીજી-4222 નંબરનું એક્ટિવા લઇને પસાર થતાં મહિલા બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં રોડ પર માણસોનું ટોળું ભેગું થઇ ગયુ હતું. આ અકસ્માતમાં ઘવાયેલા મહિલાને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.