Abtak Media Google News

દરિયાઇ ધોવાણની બચવા માટે સ્થાનિક માછીમારોએ પોતાની રીતે પ્લાસ્ટિકની બેગમાં રેતી ભરીને હંગામી સુરક્ષા દિવાલ નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું

દરિયાકાંઠાનું માછીમારોના 20 જેટલા છાપરાઓ દરિયાઇ ધોવાણની ચપેટમાં

નારગોલ ગામના બંદર વિસ્તારના દરિયાકાંઠાનો દરિયાઇ ભરતીના કારણે થઇ રહેલું વ્યાપક ધોવાણનાં કારણે એક મહિનાની અંદર ૨૦ જેટલા છાપરાઓ નિકંદન મટી જવા પામ્યું છે. દરિયાનું પાણી ગામમાં પ્રવેશે નહી તેની તકેદારીના ભાગરૂપે સ્થાનિક માછીમારોએ હંગામી સુરક્ષા દિવાલ નિર્માણકાર્ય સ્વખર્ચે હાથ ધર્યુ.

આ અંગે મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે આવેલ માછલીવાડ વિસ્તારમાં લાંબા સમયથી દરિયાઇ ધોવાણની એક મોટો પ્રશ્ન રહ્યો છે ભૂતકાળમાં આ વિસ્તારમાં ખાડીના પાણીથી થતું ધોવાણ અટકાવવા રહેણાંક વિસ્તારમાં સરકાર દ્વારા સુરક્ષા દિવાલ નિર્માણ કરવામાં આવી હતી જેના કારણે થોડી રાહત થઇ હતી પરંતુ દરિયાકિનારે સુરક્ષા દિવાલ નહિ બનતા વર્ષોથી દરિયાઈ ધોવાણ મોટો પ્રશ્ન રહ્યો છે સુરક્ષા દિવાલના અભાવે દર વર્ષે દરિયો આગળ ધપી રહ્યો છે ચાલુ વર્ષની વાત કરીએ તો દરિયાઈ ધોવાણના કારણે ૨૦ જેટલા કાચા છાપરાઓ દરિયાઇ ધોવાણની ચપેટમાં આવી ચૂક્યા છે માછીમારો દ્વારા માછીમારી પ્રવૃત્તિ તેમજ વસવાટ કરવા માટે નિર્માણ કરવામાં આવતા આ કાચા મકાનો તેમજ માછલી સુકાવવા માટે નિર્માણ કરવામાં આવેલી વિશેષ સુવિધા વાળી જગ્યાનું ધોવાણ થતા માછીમારોને ભારે નુકશાન થઇ રહ્યું છે.

Screenshot 4 14

હાલ દરિયાની મોટી ભરતી સમય ધોવાણનું પ્રમાણ વધ્યું છે ધોવાણના કારણે દરિયાનું પાણી ગામ તરફ જોખમી રીતે ભરાવો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી સ્થાનિક માછીમાર સમાજ ના આગેવાનો વડીલો મહિલાઓ મળી કુલ ૨૦૦ થી વધુ લોકો સ્વખર્ચે પ્લાસ્ટિકની થેલીઓ મેળવી રેતી ભરી હંગામી સુરક્ષા દિવાલ નિર્માણ કાર્યમાં જોડાયેલા જોવા મળ્યા છે આ કાર્યમાં ગ્રામ પંચાયતના સદસ્ય દામોદરભાઈ માછી અને રાઘવભાઇ માછી પણ ગ્રામજનો સાથે સુરક્ષા દિવાલ નિર્માણ કાર્યમાં જેમત ઉઠાવતા જોવા મળ્યા હતા આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ગામના સરપંચ વધારીએ સ્થળ નિરીક્ષણ કરી આ કાર્યમાં પંચાયત દ્વારા જરૂરી સહકાર આપવાની ખાત્રી આપી હતી વધુમાં સરપંચે જણાવ્યું હતું કે બે મહિના પહેલા આ સમસ્યા અંગે લેખિત રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી સહિત સંબંધિત વિભાગને કરવામાં આવેલ છે આવનારા ટૂંક સમયની અંદર નારગોલ બંદર ખાતે કાયમી સુરક્ષા દિવાલ નિર્માણ થાય તે માટે સરકાર પાસે અપેક્ષા રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.