Abtak Media Google News

લીટર બેઈઝ નહીં પર્સેન્ટેઝ બેઈઝ કમિશન ચૂકવવાની માંગણી સાથે ગુજરાતનાં 4900 પેટ્રોલ પંપ પણ આંદોલનમાં જોડાયા; વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વેંચાણ ચાલુ

ઓઈલ કંપનીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના વેંચાણ માટે પેટ્રોલ પંપના ડિલરોને ચૂકવવામાં આવતાકમિશનમાં એક પૈસાનો પણ વધારો કરવામાં આવ્યો ન હોય આજે ગુજરાત સહિત દેશના 24 રાજયોના પેટ્રોલ પંપના ડિલરોએ નો પરચેઝ આંદોલનનું રણશીંગુ ફૂંકયું હતુ. ગુજરાતનાં 4900 ડિલરોએ આજે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખરીદ્યો ન હતો જોકે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પેટ્રોલ ડીઝલ અને સીએનજીનું વેંચાણ ચાલુ રાખવામાં આવ્યું હતુ.

આ અંગે ‘અબતક’ સાથેની ખાસ વાતચિત દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસો.ના જનરલ સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણીએ જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે ઓઈલ કંપનીઓ દ્વારા દર છ મહિને ડિલરોના માર્જનમાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ વર્ષ 2017 અ્ર્થાંત છેલ્લા પાંચ વર્ષથી માર્જીનમાં એક પૈસાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. હાલ ઓઈલ કંપનીઓ દ્વારા ડિલરોને લીટર પ્રમાણે કમિશન ચૂકવવામાં આવે છે. જેમાં પ્રતિલીટર પેટ્રોલના વેચાણ બદલ રૂ.3 અને ડિઝલના વેચાણ માટે રૂ.2 ચૂકવવામાં આવે છે.જયારે સીએનજીમાં પ્રતિકિલો 1.50 રૂપીયા કમિશન ચૂકવવામાં આવે છે. પેટ્રોલ ડીઝલનો ભાવ રૂ.60 હોય કે રૂ.100 ડિલરોને એક સમાન કમિશન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં 10 વધારા બાકી છે જેનો હિસાબ કરવામા આવે તો આપો આપ કમિશન દોઢ રૂપીયો વધી જાય તેમ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અમારે મૂડી રોકાણ પણ વધુ છે. અગાઉ 40 લાખની ઉધારી રહેતી હતી જે હવે 60 થી 70 લાખ પહોચી છે આ ઉપરાંત માણસોનો પગાર ખર્ચ અને વીજ બીલમાં પણ વધારો આવ્યો છે. સરવાળે હિસાબ કરવામાં આવે તો મૂડી રોકાણ સામે વળતરનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. આજે ગુજરાતનાં 4900 સહિત દેશના 24 રાજયોમાં લાખો પેટ્રોલ પંપ સંચાકોનો પરચેઝ આંદોલનમાં જોડાયા છે. અમારી મુખ્ય માંગણી છે કે હાલ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં લીટર બેઈઝ કમિશન ચૂકવવામા આવે છે તે પર્સન્ટેઝ બેઈઝ કરવામાં આવે અને પાંચ ટકા લેખે કમિશન ચૂકવવામાં આવે પછી ભલે ભાવમાં વધારો થાય કે ઘટાડો અને ભવિષ્યમાં કોઈ પ્રકારનો વધારો માંગીશું નહી.

આજે રાજકોટના 180 સહિત ગુજરાતનાં 4900 પેટ્રોલ પંપ ડિલરોએ નો પરચેઝ આંદોલન છેડયું છે. જોકે વાહન ચાલકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે જયાં સુધી પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં સુધી વેંચાણ ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.