Abtak Media Google News

મુંદ્રામાં ડિઆરઆઈ દ્વારા ઓપરેશન નમકીન પાર પાડ્યા બાદ ચાર દિવસથી ચાલતા “ઓપરેશન રક્તચંદન’ મોટી સફળતા મળી છે જેમાં ટીમે “ટોયલેટરીઝ”ના આડમાં વિદેશ મોકલતું રૂ.11.70 કરોડનું 14.63 ટન રક્તચંદન મળી ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રક્ત ચંદન દુબઈ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો પરંતુ શંકા જતાં ક્ધટેનરમાંથી રક્તચંદન ને ઝડપી પાડવામાં આવ્યું છે

મુંદ્રામાં ડિઆરઆઈ દ્વારા ઓપરેશન નમકીન બાદ બાદ ચાલતા “ઓપરેશન રક્તચંદન’માં પોર્ટ પરના ક્ધટેનરને સ્કેન કરતા લાકડા દેખાયા ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મળેલા ઈનપુટના આધારે દુબઈના સારજંહા પોર્ટ એક્સપોર્ટ થવા આવેલા ક્ધટેનરને સ્કેન કરવામાં આવ્યું હતું. ક્ધટેનરમાં “વિવિધ પ્રકારની ટોયરેટરીઝનો સામાન’ હોવાનું ડિક્લેર કરાયું હતું, પણ સ્કેનરમાં સ્પષ્ટ રુપે લાકડા દેખાયા હતા. જેથી ડીઆરઆઈની ટીમએ ક્ધટેનરને ખોલીને તપાસ આદરી હતી.

જેમાં ડિક્લેર કરેલી એક પણ વસ્તુ મળી નહતી, પરંતુ લાલ રંગના 840 વુડન લોગ મળી આવ્યા હતા. ફોરેસ્ટ ઓફિસરને બોલાવીને તેની ખરાઈ કરતા તે રક્તચંદનજ હોવાનું સ્પષ્ટ થયું હતું.જેથી તેને સીઝ કરવામાં આવ્યું હતું.ઊલેખનીય છે કે,એક દિવસ પહેલા મુંદ્રા પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો કાર્યવાહીમાં કુલ 14.63 એમટી રક્તચંદન કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 11.70 કરોડ જેટલી થવા જાય છે. તપાસમાં સામે આવ્યું કે આ કટેનર આઈસીડી સાબરમતીથી આવ્યું હતું. નોંધવુ રહ્યું કે કસ્ટમ એક્ટ અને ફોરેન પોલીસી અંતર્ગત રક્તચંદનનો એક્સપોર્ટ પર પ્રતિબંધ છે. અગાઉ પણ મુંદ્રામાં રક્તચંદન એક્સપોર્ટ થતો ઝડપાઈ ચુક્યો છે. “ઓપરેશન નમકીન’ અંતર્ગત મુંદ્રા પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યાના બીજા જ દિવસે રક્તચંદનનો જથ્થો પકડીને ડીઆરઆઈએ સપાટો બોલાવ્યો હતો.ત્યારે પકડાયેલા કોકેઈનમાં ટીમે બેની ધરપકડ કરવામાં આવી છે. ગત સપ્તાહે ‘ઓપરેશન નમકીન’ અંતર્ગત ઈરાનથી વાયા દુબઈ થઈને આવેલા ક્ધટેનરમાંથી 500 કરોડનું કોકેઈન ડ્રગ્સ ઝડપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.