Abtak Media Google News

ગુજરાતની જનતા કેટલી આઈસ્ક્રીમ પ્રિય છે તે આપણે સૌ જાણીએ છીએ ત્યારે ગુજરાતીઓ ગુજરાતમાં બનેલા આઈસ્ક્રીમ કોન ખાઈ શકશે. સુરતમાં સુમુલ ડેરી દ્વારા સુમુલ ડેરી ખાતે ગુજરાતનો પહેલો કોન મેકિંગ પ્લાન્ટ બનશે. 125 કરોડના ખર્ચે કોન મેકિંગ પ્લાન્ટ બનાવવામાં આવશે.

પારડી ખાતે સુમુલ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપાશે. આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત C.R પાટીલ કરશે. આવતી કાલે ખુદ સી.આર.પાટીલના હસ્તે સવારે 9.30 કલાકે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરાશે.

ગુજરાતમાં આ પ્લાન્ટ સ્થપાયા બાદ સુમુલ ડેરી રોજ ૩ લાખ કોનનું ઉત્પાદન કરશે.  આ પ્રોજેક્ટ માટે કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી આપવામાં આવી છે. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ 3 લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે. આઇસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી છે.

ગુજરાતની 27 ડેરીઓમાં આઈસ્ક્રીમ કોન આઈસ્ક્રીમ કોન બનાવનાર સુમુલ પ્રથમ ડેરી બનશે. પ્લાન્ટના ખાતમુહૂર્તમાં મંત્રી કનુ દેસાઈ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.