Abtak Media Google News

જમીનની ગુણવત્તા વધારવા સરકારનો માસ્ટર પ્લાન, જૈવિક ખાતરોનો ઉપયોગ કરી આર્થિક ઉન્નતિ તરફનું પ્રયાણ કરાશે

હાલ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરની જે જમીનો છે તે ગુણવત્તા વગરની થઈ ચૂકી છે ત્યારે તેની ગુણવત્તા જાળવી રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો અને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આ મુદ્દાને ધ્યાને લઇ સરકાર દ્વારા એક વિશેષ માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સરકાર ગો સંવર્ધનની સાથોસાથ ગો આધારિત ખાતરોનો પણ ઉપયોગ કરશે અને આર્થિક ઉન્નતિ તરફનું પ્રયાણ વધારશે. ખાતર ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા માટેના દરેક પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને સાથોસાથ તેનો જ ઉત્પાદન ખર્ચ ઘટે તે અંગે પણ સતત ચર્ચા અને વિચારણા કરતું થયું છે.

હાલના તબક્કે અનેકવિધ લોકો અને મહાનુભાવો ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેમાં પણ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા માટી બચાવો અભિયાનને જે રીતે વેગવંતુ બનાવવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર પણ આવનારા સમયમાં માટી બચાવવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને તે દિશામાં જ કાર્યો હાથ ધરશે. એક તરફ સરકાર નો મોટો હેતુ એ પણ છે કે આત્મનિર્ભર ભારત માં ખાતર નો પણ સમાવેશ થાય અને જે વિદેશી એટલે કે જે આયાતી ખાતરો છે તેના ઉપરની નિર્ભરતા ઘટે.

હાલ જે રીતે ઊર્જા ના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ખાતરોના ભાવ પણ દિન-પ્રતિદિન આસમાન આંબી રહ્યા છે આ સ્થિતિને અનુસરતા જ્યાં સુધી ખેડૂતો જૈવિક ખાતરો ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરે તો તેની ઘણી માથી અસરનો સામનો કરવો પડશે સાથોસાથ માટીનું ગુણવત્તામાં પણ તેની અસર ઉભી થશે. સરકારે વર્ષ 2021-22માં 1.62 લાખ કરોડની સબસીડી આપી હતી જે વર્ષ 2022-23માં 2.15 લાખ કરોડ જોવા મળી હતી. સરકારનો હેતુ અને લક્ષ્ય એ પણ છે કે ગૌ આધારિત દેખાતો બનવામાં આવે તેનું કોમર્શિયલ ઉપયોગ કરાય અને દેશની અર્થવ્યવસ્થામાં તેનું વહન સ્થાન ઊભું થાય. ઘણા વર્ષો પહેલા ખેડૂતો દ્વારા જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ સમયની માંગ સાથે તેવો રસાયણિક તરફ વળ્યા હતા જેનાથી ઘણા ખરા પ્રશ્નો ઉભા થયા અને જમીનની ગુણવત્તા માં પણ ઘટાડો જોવા મળ્યો ત્યારે હવે ફરી ખેડૂતો અને સમયની માંગ ઊભી થઈ છે કે જગતનો તાત હવે જૈવિક ખાતર ઉપર આગળ વધે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.