Abtak Media Google News

બ્રીલીયન ચેસ કલબ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું છે.

ગ્લોબલ ચેસ ફેસ્ટીવલ અંતર્ગત અન્ડર 15 ઓપન ચેસ ટુર્નામેન્ટનું 19મી જુને બાલભવન રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, 19મીએ સ્પર્ધાનું પ્રથમ રાઉન્ડ સવારે 8.30 થી શરુ થશે. 17મી જુન સુધીમાં રૂ. 200 ની એન્ટ્રી ફી ભરી 1પ વર્ષ સુધીના 1 જાન્યુ.07 અથવા પછીની જન્મ તારીખ ધરાવતા સ્પર્ધકો ભાગ લઇ શકશે.

આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 1000, બીજાને 900 અને ત્રીજાને 800, ચોથાને 600, પાંચનાને રૂ. પ00 અને 6 થી 1પ ને ચેસના સેટ ઇનામ રૂપ અપાશે.

બાલભવન રેસકોર્ષ રૂમ નં.4 માં સાંજે પ થી 7 એન્ટ્રી ફોર્મ સ્વીકારશે. અખા સ્પર્ધાના આયોજનમાં વિપુલભાઇ માખેલા, મનસુખભાઇ વાળા, ધવલભાઇ શાહ, ચિરાગભાઇ મહેતા, મહેશભાઇ ચૌહાણ, કૃણાલભાઇ ભટ્ટી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.