Abtak Media Google News

માટી નાખવાના બે કરોડના કામમાં ગેરરીતિની તપાસની વિપક્ષની માંગ

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફિકેશનની ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષ દ્વારા સણસણતો આક્ષેપો કરવામાં આવ્યો છે અને નરસિંહ સરોવરમાં નખાયેલ બે કરોડની માટીનો હિસાબ આપવા તે સાથે તળાવના બ્યુટીફિકેશનના કામના નકશાઓ જાહેર જનતા સમક્ષ મૂકવા પણ વિપક્ષે માંગ કરી છે.

Advertisement

હાલમાં જુનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી માટે  અનેક ઠરાવો તથા નકશાઓમાં અનેક વખત કરવામાં આવેલ ફેરફાર બાદ દશકાઓ પછી નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કામગીરીમાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા હોવાનો વિપક્ષો દ્વારા સણસણતો આક્ષેપો કરવામાં આવ્યો છે અને તળાવના બ્યુટીફિકેશનની કામગીરીના નકશાઓ જાહેર જનતા સમક્ષ મુકવા વિપક્ષે માંગ કરી છે.

જુનાગઢ મનપાના એનસીપી તથા કોંગ્રેસના વિરોધ પક્ષના સભ્યોએ ગઈકાલે તળાવની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લીધી હતી. ત્યારે વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવરમાં અત્યાર સુધીમાં બે કરોડ રૂપિયાની માટી બહારથી લાવીને નાખવામાં આવી છે. અને તેના બિલ પણ મૂકી દેવામાં આવ્યા છે. તો ખરેખર તે માટે ક્યાં નાખવામાં આવી ? અને ક્યાંથી લવાય છે ? તથા તેની રોયલ્ટી ભરવામાં આવી છે કે કેમ ? તેની વિગતો જાહેર કરવામાં આવે અને તળાવના બ્યુટીફિકેશનના કામના નકશાઓ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે તેવી માંગને દોહરાવી છે.

આમ બ્યુટીફિકેશનના કામગીરી પૂર્વે અનેક વિવાદો – વિરોધો અને ત્યારબાદ અનેક વખત નકશાઓમાં ફેરબદલી તથા અનેક વખત ટેન્ડરમાં થયેલ રકમના વધારા બાદ જ્યારે બીટીફિકેશનનું કામ શરૂ થયું ત્યારે પાળો તોડીને તળાવ ખાલી કરાતા માછલાના મોત થયા હોવાના જીવદયા પ્રેમીઓના આક્ષેપો, દેખાવો અને ત્યારબાદ માટી નાખી સરોવરને નાનું કરવામાં આવી રહી છે તેવી નગરજનો માંથી ઊઠેલી બુમો બાદ વિપક્ષે નરસિંહ મહેતા સરોવરમાં નાખેલ બે કરોડની માટીનો હિસાબ માંગી નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવતા જુનાગઢ મહાનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.