Abtak Media Google News

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં લાઇવ સ્કેચ આર્ટિસ્ટ નવિનચંદ્ર શાહ અને ફોટોગ્રાફર જયેશભાઇ શાહ લાઇવ સ્કેચ 1500થી વધુ અને 85 વર્ષીય હોવા છતાં કલા જીવંત રહે તે પર વિશેષ ચર્ચા કરી

Untitled 1 425

દરેક માનવીના જીવનમાં કલા છુપાયેલી હોય છે, જેમાં વ્યકિતએ તેમના નિજાનંદ માટે સ્વ. કલાઓની પ્રવૃતિમાં વ્યસ્ત રહેલો હોય છે અને ગમે તે ઉંમરે કલા જીવંત રહે છે જેની ઝાંખી અત્રે રજુ કરેલ છે.

પ્રશ્ર્ન : લાઇવ સ્કેચ એટલે શું?

જવાબ : નવિનચંદ્ર શાહના કહ્યા મુજબ લાઇવ સ્કેચ બે પ્રકારના હોય છે. (1) સામે બેઠેલા વ્યક્તિ હોય અને તેને જાણ કરીને બનાવવામાં આવતો સ્કેચ અને (ર) સ્કેચએ જે-તે વ્યક્તિને જાણ કરીને લાઇવ માહોલમાં બનાવવામાં આવતું ચિત્ર, નવિનભાઇના કહ્યા મુજબ જ્યારે લાઇવ સ્કેચ કરીએ છીએ ત્યારે એમાં કોઇ ભૂલભાલ કે સમય વધતો નથી અને અન્ય બાબતો માટે અવકાશ રહેતો નથી. બીજી વાતમાં લાઇવ સ્કેચએ સ્ટેજ પરથી કરવામાં આવતો હોય છે.

પ્રશ્ર્ન : વ્યક્તિઓના જ ચિત્ર દોરવાનો વિચાર કેમ આવ્યો?

જવાબ : નવિનચંદ્ર શાહના કહ્યા મુજબ તેમનો જે શિખવાનો સમય હતો ત્યારે રાજકોટના રમેશભાઇ ઠક્કર ચિત્રકાર તથા ફોટોગ્રાફર હતા જે સ્ટેજ પર બેસીને સ્કેચ કરતા હતા અને તેમને પોલીસ ખાતામાં આગવું સ્થાન આપીને સ્કેચ કરાવતા હતા. તેના પરથી થયું કે લાઇવ સ્કેચમાં કંઇક એવું રહેલું છે જે વ્યક્તિને જીવંત કલા શીખવી જાય છે અને તેના પરથી લાઇવ સ્કેચ દોરવાનું વધુ થયું.

પ્રશ્ર્ન : નિજાનંદ માટે સ્કેચ બનાવો છો તો ક્યા પ્રકારનો નિજાનંદ છે?

જવાબ : નવિનચંદ્ર શાહના કહ્યા મુજબ જ્યારથી સ્કેચ બનાવવાનું અને સ્કેચ બનાવતા જોયા પછી જે ઓટોગ્રાફ આપે છે એનું વ્યક્તિત્વ તેમાં રજૂ થઇ જાય છે કે જેમાં તે કંઇ રીતે ઓટોગ્રાફ કરે છે એટલે કે ઓટોગ્રાફ સમયે તે વજન કેમ આપે છે, વળાંક કેમ કરે છે, તેની સ્ટાઇલ કેવી છે, તે કંઇ રીતે કરે છે. તેના પર તેનું વ્યક્તિત્વ આધાર રાખે છે. જે એક પ્રકૃતિ જ છે અને તે પ્રકૃત્તિના ભાગરૂપે ઉલ્લેખ થયો છે.

પ્રશ્ર્ન : બેંકમાં નોકરી કરતા-કરતા આ પ્રકારનો ચિત્રકલા અને લાઇવ સ્કેચનો વિષયાંતર કેમ થયો?

જવાબ : નવિનચંદ્ર શાહના કહ્યા મુજબ વિષયાંતરએ મુજબ થયો કે પહેલેથી જ ચિત્ર તથા સ્કેચ બનાવવાનો શોખ હતો. મન સ્કેચ બનાવવામાં જ હતું. જ્યારે ર4 કે ર5 વર્ષનો થયો ત્યારે પિતાજી ગુજરી ગયા હતા અને બેંકમાં જોબ મળી ગઇ હતી. ખરેખર બેંકમાં જવાનો વિચાર ન હતો પરંતુ નોકરી મળી ગઇ એટલે બેંકની નોકરી રાખી પરંતુ હાલમાં ચિત્ર અને સ્કેચનો જ રંગ છે.

પ્રશ્ર્ન : નવિનભાઇ નિવૃત્ત થયા પછી કામ ન કરે એવું ક્યારેય થયું છે?

જવાબ : જયેશભાઇ શાહના કહ્યા મુજબ તેઓને સંસ્કાર જ કળાના મળ્યા છે અત્યારે બીજા વૃદ્વોને જોતા થાય છે કે તેઓ નિવૃત થયા પછી ઓટલા પર બેસી રહે છે, જેના કરતા સારૂ છે અને પિતાજી સ્કેચ અને ચિત્ર કરી રહ્યા છે તે સારૂ છે. નવિનભાઇ જે કરે છે તે તેમના નિજાનંદ માટે કરે છે અને સ્કેચ કરતા-કરતા સિધાવે તે સારૂ રહેશે, જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ રહેશે.

પ્રશ્ર્ન : કેવા કેવા લોકોના લાઇવ સ્કેચ કર્યા છે?

જવાબ : નવિનચંદ્ર શાહના કહ્યા મુજબ તેમને જે-તે સ્કેચ કે ચિત્ર કર્યા હોય તે વ્યક્તિ પાસે કોઇપણ ઓળખાણ વિના પહોંચવાનું હોય છે. ઘણી વખત એવું બને છે કે સ્કેચ કે ચિત્ર દોરેલું હોય કે કોઇ અન્ય વ્યક્તિ જોઇને સ્કેચ પર ઓટોગ્રાફ કરાવી દેતા હોય છે.

ઉદાહરણ: (1) એક વખત સચિન તેંડુલકર નેશનલ ગેલેરી આર્ટ મુંબઇ ખાતે એક બિલ્ડીંગમાં આવેલા ત્યાં પ્રદર્શન જોતા-જોતા સચિન તેંડુલકરને સ્કેચ રજૂ કર્યો તો તેને ઓટોગ્રાફ કરી આપ્યો.(ર) દલાયલામાના કિસ્સામાં પણ એવું બન્યું કે તેના સેવકો રોકી રાખે અને સ્કેચ સોંપવાનું કહ્યું પરંતુ સ્કેચ પાછું આપ્યું નહીં તે સમયે નવિનભાઇએ નક્કી કર્યુ કે કોઇને પણ સ્કેચ આપી દેવો નહીં ત્યારબાદ દલાયલામા સમક્ષ સ્કેચ ધર્યો અને તેમણે ઓટોગ્રાફ કરી આપ્યો.

નીતા અંબાણી ઇન્ડિયા સ્તરે પ્રદર્શન કરે છે જેમાં જયા બચ્ચન આવેલા હતા અને તેઓ ચાલતા-ચાલતા વળાંક વળ્યા અને સ્કેચ કર્યો અને ત્યારે તેમની નજર પડી અને ઓટોગ્રાફ કરી આપ્યો પછી ઐશ્ર્ચર્યા રાયનો નવિનભાઇ પાસે તૈયાર સ્કેચ હતો અને તે બતાવ્યો અને તેણીએ ગાડી ઉભી રાખીને ઓટોગ્રાફ કરી આપ્યો. આ લોકોના લાઇવ કરેલા છે જેમાંના રમેશભાઇ ઓઝા, ગુજરાતી કલાકારોમાં પણ કાંતિભાઇ ભટ્ટ, તારક મહેતા, ભૂપત વાડોદરીયા, સાબુદ્ીન રાઠોડ વગેરે હસ્તીઓના સ્કેચ કર્યા છે.

ગુજરાત કે સૌરાષ્ટ્રમાં લાઇવ સ્કેચ કરનાર માત્ર એક જ વ્યક્તિ નવિનચંદ્ર શાહ રહેલા છે કે જેમનો બહોળા પ્રમાણમાં અનુભવ રહેલો છે. નવિનચંદ્ર શાહના વ્યક્તિત્વમાં તેઓની જાણકારીએ હસ્તરેખા, જન્માક્ષર, ફેસ રિડીંગ વગેરે જેવી કલાઓ રહેલી છે. તેમજ અનુભવના આધારે ઓટોગ્રાફ પરથી અને ઓટોગ્રાફના આકાર જોઇને મનોમન ડેવલપ થતા ગયા અને જાણકારીમાં વધારો થતો ગયો એમ અનુભવ બહોળા પ્રમાણમાં થઇ ગયો.

રેસકોર્ષ ખાતે આર્ટ ગેલેરીનું પ્રદર્શન

તારીખ 19 થી રર સુધી પ્રદર્શન રાખેલ છે. જેમાં પોલીસ કમિશનર ભાર્ગવભાઇ, રાજકોટના નામી ડ્રામા આર્ટિસ્ટ ભરતભાઇ યાજ્ઞિક અને રેણુબેન યાજ્ઞિક હાજર રહ્યા હતા. પ્રદર્શનનો સમય સવારે 10 થી 1 અને સાંજે 4 થી 9નો રહેલો છે.

પ્રદર્શનમાં 150થી વધુ સ્કેચ મુકવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે એ.પી.જે. અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી, લત્તા મંગેશકર, આશા ભોંસલે, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવી અનેક મહાન વિભૂતિઓના સ્કેચનું પ્રદર્શન રહેલું છે.

-:: સંદેશો ::-

નવિનભાઇ શાહ 85 વર્ષની આ ઉંમરે જ્યાં-જ્યાં પ્રોગ્રામમાં હોય છે ત્યાં આજની તારીખે પહોંચી જવું છું. મારા અભ્યાસકાળમાં ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસએ જીવનમાં ઇન્સ્પીરેશન લાવ્યો છે. નવિનભાઇને વાંચનનો ખૂબ શોક રહેલો છે અને વધુમાં જૈન ધર્મમાંથી પણ ઘણું શીખવા મળ્યું છે.

મુખ્યત્વે કર્મના સિદ્વાંતમાં માને છે પરંતુ ર1મી સદીમાં બદલાતા પરિવર્તનને પણ અપનાવવું પડે છે. માનવીએ ફક્ત મિડલ મેન તરીકે કામ કરે છે. માનવીના જીવનમાં ઇશ્ર્વરની શક્તિ એ મુખ્ય રહેલી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.