Abtak Media Google News

આપણે ભારતીય ક્રિકેટ ટીમના દરેક ક્રિકેટરોને ખૂબ જ સારી રીતે ઓળખતા હોઇએ છીએ આ ક્રિકેટરો અનેક બાબતોને લઇને ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. ભારતના ભૂતપૂર્વ ઓપનર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની અને સચીન તેંડુલકરની સચિન તેંડુલકરે. વિરેન્દ્ર સેહવાગને  BMW-7સિરીઝ  કાર ગિફ્ટ કરી છે.

સેહવાગે ૧.૧૪ કરોડની આ મોંઘી કાર સાથેીન તસ્વીર ટ્વિટર પર શેર કરી છે. અને સેહવાગે સચીનનો આભાર પણ માન્યો છે. સેહવાગ અને સચીને લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી ઇનિંગ્સની શરુઆત કરી હતી. સચિને વીરુને જે કાર ગિફ્ટ કરી છે તે BMW 730 LDછે. જેંની કિંમત ભારતમાં ૧.૧૪ કરોડ રુિ૫યા છે.

વીરુએ કાર સાથેની પોતાની તસ્વીર પોસ્ટ કરતા લખ્યુ છે કે ‘થેન્ક યુ પાજી અને BMWઇન્ડિયા …. આના માટે આભાર’. ઉલ્લેખનીય છે કે જ્યારે વિરેન્દ્ર સેહવાગે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી ત્યારે સચિને તેને અસલી ચેમ્પિયન ગણાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.