Abtak Media Google News

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત મજૂરી કામ સાથે જોડાયેલ, દૈનિક પગારથી કામ કરતી મહિલાઓ અને આર્થિક રીતે પછાત હોય તેવી મહિલાઓ મેળવી શકે છે આ યોજનાનો લાભ

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (પી.એમ.એમ.વી.વાય.) થકી સરકાર દ્વારા સગર્ભાઓ પ્રત્યે સંવેદના દાખવી તેમને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને કુલ રૂ.પાંચ હજારની સહાય કરવામાં આવે છે. જેનો અત્યાર સુધી કુલ 9939 સગર્ભા લાભાર્થીઓએ કુલ રૂા.4,96,95,000ના ખર્ચે લાભ મેળવ્યો છે. આ યોજનાનો લાભ 19 વર્ષથી વધુ વયની સગર્ભાઓને મળવાપાત્ર છે. આ યોજનાની સહાયની રકમ કુલ 3 હપ્તામાં આપવામાં આવે છે. ગર્ભ ધારણ કર્યાના 150 દિવસની અંદર ગર્ભવતી મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવે એટલે આ યોજનાનો પ્રથમ હપ્તો રૂા.1000 આપવામાં આવે છે.

બીજો હપ્તો રૂા.2000 (બે હજાર) 180 દિવસની અંદર અને અંતિમ હપ્તો રૂ.2000 (બે હજાર) પ્રસવ બાદ અને શિશુના પ્રથમ રસીકરણનું ચક્રપૂર્ણ થતાં મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ મજૂરી કામ સાથે જોડાયેલ, દૈનિક પગાર ઉપર કામ કરતી, આર્થિક રીતે પછાત હોય તેવી ગર્ભવતી મહિલાઓને મળવાપાત્ર છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 હજાર રૂપિયા આપી રહી છે. માતૃ વંદન યોજના હેઠળ 5000 રૂપિયા ત્રણ અલગ-અલગ હપ્તામાં આપી રહી છે. પરંતુ 19 વર્ષ પહેલા ગર્ભવતી થયેલ મહિલાઓને આ યોજનાનો લાભ નહિ મળે. યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી થવા પર પોષણ માટે ગર્ભવતીના ખાતામાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે. 1000 રૂપિયાનો પહેલો હપ્તો ગર્ભધારણના 150 દિવસની અંદર મહિલાની નોંધણી થવા પર આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 2000 રૂપિયા 180 દિવસની અંદર અને ઓછામાં ઓછી એક પ્રિનેટલ ચેક અપ થયા પછી આપવામાં આવે છે. જ્યારે, ત્રીજો હપ્તો 2000 રૂપિયાની ડિલિવરી અને શિશુનું પ્રથમ રસીકરણ ચક્ર પૂર્ણ થયા પછી મળે છે.માતૃત્વ વંદના યોજના 2021 અંતર્ગત, કેન્દ્ર સરકારે અરજી પ્રક્રિયા ઓનલાઇન કરી છે.

આ યોજના હેઠળ લાભાર્થીઓ જાતે ઓનલાઇન અરજી કરી શકે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવા માટે, લાભકર્તાએ ૂૂૂ.ઙળળદુ-ભફત.ક્ષશભ.શક્ષ પર લોગ ઇન કરીને અરજી કરવાની રહેશે. લોકો ઘરેથી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. માતૃત્વ વંદન યોજના માટે અરજી કરતી સગર્ભા સ્ત્રીઓ 19 વર્ષની વયથી કાર્યરત ન હોવી જોઈએ.રાશન કાર્ડ, બાળકના જન્મનું પ્રમાણ પત્ર, માતા-પિતા બંનેનો આધાર કાર્ડ, બેન્ક ખાતાની પાસબુક, માતા-પિતા બંનેનું ઓળખ પત્ર, આ દસ્તાવેજો આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી છે.

કોને મળે છે લાભ ?

આ યોજનાનો લાભ લેવા માટે 19 વર્ષથી વધુ વયની મહિલાઓ કે જે મજુરી કામ, દૈનિક પગાર ઉપર કામ કરતી મહિલાઓ અને આર્થિક રીતે પછાત હોય તેવી મહિલાઓ લાભ લઇ શકે છે. આ માટે આવી મહિલાઓએ સરકારની હોસ્પિટલ, આંગણવાડીઓ, હોસ્પિટલોમાં નામ નોંધાવવાનું હોય છે અને મમતા કાર્ડ કઢાવવાનું હોય છે. લાભાર્થી મહિલાઓ પોતાની રીતે પણ વેબ પોર્ટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કેટલી મળે છે સહાય ?

લાભાર્થી મહિલાઓને કુલ પાંચ હજારની સહાય મળવાપાત્ર છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી લાયક લાભાર્થી મહિલાઓને ગર્ભ ધારણ કર્યાના 150 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવે ત્યારે તેને પ્રથમ હપ્તાના રૂા.એક હજાર, બીજો હપ્તો રૂા.બે હજાર અને અંતિમ હપ્તો, રૂ.હજારની રકમ પ્રસવ બાદ અને શીશુના પ્રથમ રસીકરણ કરાવ્યાં બાદ તેમણે દર્શાવેલ બેંક ખાતામાં સીધા જમા થાય છે.

લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો’

માતૃત્વ વંદના યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ગર્ભવતી મહિલાઓએ રાશનકાર્ડ, બાળકના જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતા બંનેના આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુક, માતા-પિતા બંનેના ઓળખપત્ર આ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરતી વખતે જોડવાના હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે મમતા કાર્ડ કઢાવી આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે.

પારદર્શક પ્રક્રિયા, બેંક ખાતામાં સફળ જમા

આ યોજનાનો લાભ લેવા માટે બધી જ પ્રક્રિયા પારદર્શક છે. એવી કોઇપણ વ્યક્તિ ખોટો લાભ ન લઇ શકે. મહિલા ગર્ભવતી થાય ત્યારે મમતા કાર્ડ કાઢી જરૂરી હસ્તાવેજો જોડે છે. એવી જે સહાયની રકમ મળે છે તે બેંક ખાતામાં જ જમા થાય છે. જે મહિલાઓ ગર્ભવતી હોય છે તેજ આ યોજનાનો લાભ લઇ શકે છે અને ગર્ભવતી બન્યાં બાદ દર માસે તપાસ રિપોર્ટ કરાતો હોવાની આ મમતા કાર્ડમાં નોંધ થતી હોય છે એથી આ યોજનાનો લાભ કોઇ બીન ગર્ભવતી લઇ શકતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.