Abtak Media Google News

સમગ્ર મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠક અનુસાર રથ ફરીને ગુજરાતની વિકાસ યાત્રાથી લોકોને વાકેફ કરાશે

ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના વંદે ગુજરાત વિકાસયાત્રા રથને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરાજાએ સ્થાનિક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં  પ્રસ્થાન કરાવ્યું હતું. મોરબી જિલ્લામાં બે વિકાસયાત્રા રથ ગામે ગામ ફરશે જે હેઠળ 56 જેટલા કાર્યક્રમો થકી 1.5 કરોડ જેટલી રકમના ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કરાશે.

આ તકે રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સહિત ગુજરાતની બે દાયકાની વિકાસ વાટિકા રજૂ કરતાં જણાવ્યું હતું કે, કૃષિ, આરોગ્ય, સિંચાઈ, પશુપાલન, પંચાયત વગેરે તમામ ક્ષેત્રે અવિરત વિકાસ થયો છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, મોરબી નગરપાલિકા પ્રમુખ  કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ  જયરાજસિંહ જાડેજા, મોરબી માર્કેટીંગ યાર્ડ ઉપપ્રમુખ  મગનભાઈ વડાવિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી   જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, લાખાભાઇ જારિયા, પ્રદીપભાઈ વાળા તથા સ્થાનિક પદાધિકારીઓ/અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.