Abtak Media Google News

1185 ગ્રામ ગાંજો મળી કુલ રૂ.15 હજારનો મુ્દામાલ કબજે કરતી ચોટીલા પોલીસ

ચોટીલા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ચામુંડા તળેટી વિસ્તાર માંથી બે શખ્સોને 1185 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા.આ બંન્ને સામે ગુનો નોંધી નાની મોલડી પોલીસે તપાસ હાથ ધરી છે.ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં ડીલેવરી કરવાના હતા તે અંગે વિશેષ તપાસ કરી છે.

વિગતો મુજબ ચામુંડા તળેટી વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ભક્તિવન પાસે સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપરના રહીશ ભરત મહેશભાઇ ત્રિવેદી અને ભરત અશોકભાઈ તલસાણીયા શંકાસ્પદ હાલતમાં ઉભા હતા.જેની તલાશી લેતા બંન્નેના કબ્જામાં સુકા ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ચોકીએ લાવી પંચો રૂબરૂ કાર્યવાહી કરી 1185 ગ્રામ સુકા ગાંજો તેમજ બે મોબાઇલ ફોન મળી રૂ.15,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ નાની મોલડી પીએસઆઇ વાય. એસ. ચુડાસમા ને સોપવામાં આવી છે.આ કાર્યવાહીમાં પીઆઇ આઇ.બી.વલવી, કેતનભાઇ ચાવડા, ઇશ્વરભાઇ રંગપરા, કમલેશભાઈ, વજાભાઇ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.